Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે કલકત્તાથી પકડાયેલા 2 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરતી વડોદરા કોર્ટ

કલકત્તાથી જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે સંડોવાયેલા નિશિકાંત સિંહા અને સુમિત રાજપૂતની અટકાયત બાદ કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા

અમદાવાદ : ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટતા પરીક્ષા છેલ્લી ઘડીએ રદ્દ કરી દેવામાં આવી હતી. જે બાદ ગુજરાત એટીએસ દ્વારા મામલે સંડોવાયેલાઓની ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. આજે ગુજરાત એટીએસ દ્વારા જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડ મામલે બે આરોપીને કલકત્તાથી પકડી પાડ્યા છે. વડોદરા કોર્ટે બને આરોપીઓના 10 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

ગુજરાતમાં નવી સરકારમાં પણ પેપર ફુટવાનું જારી છે. નવી સરકારની રચના બાદ પ્રથમ લેવાયેલી ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર વડોદરાથી ફુટ્યુ હતું. પરીક્ષાની આગલી રાત્રે ગુજરાત એટીએસની ટીમ પેપર ફોડનારા કોચીંગ સેન્ટર પર ત્રાટકી હતી. અને આખું કૌભાંડ ઉજાગર કર્યું હતું. ત્યારથી લઇને આજદિન સુધી ગુજરાત એટીએસ દ્વારા આ મામલે સંડોવાયેલા લોકોની ધરપકડ કરવાનું જારી છે. આજે ગુજરાત એટીએસ દ્વારા કલકત્તાથી જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે સંડોવાયેલા નિશિકાંત સિંહા અને સુમિત રાજપૂતની અટકાયત કરી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આજે બને આરોપીઓને વડોદરાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં આરોપી(1)સુમીતકુમારસિંગ નંદકિશોરસિંગ જાતે રાજપૂત(ઉં.33) ધંધો-વેપાર રહે,સી-901 સમસારા એપાર્ટમેન્ટ, કેનાલ રોડ, વડોદરા મૂળ રહે ગામ-ધરારાહ,જી-મુંગેર બિરાહ),આરોપી(2)નિશીકાંતસિંહ શશીકાંતસિંહ જાતે કુશવાહા (ઉં.40 ધંધો, વેપાર(it) રહે.બંગલા નં-2,રિવેરીયા-2,વાસના વાઈલી રોડ,વડોદરા મૂળ રહે-ગામ-ભટ્ટા થાના-કાશીયક જી-નવાદા બિહાર) 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. બંને આરોપીઓ 10 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ હેઠળ રહેશે.

 

(9:03 pm IST)