Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

રાજપીપળામાં નજીવી બાબતે દંપતીએ પાડોસી પર હુમલો કરી ઇજા પહોચાડી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે માથાકુટ થતા પત્થર મારી ઇજા કરતા દંપતી સામે ગુનો દાખલ થયો છે
મળતી માહિતી અનુસાર ધર્મેશભાઇ યોગેશભાઇ પંડ્યા રહે-નવાપરા પન્નાલાલ પંડ્યા સ્ટ્રીટ, રાજપીપલાની ફરિયાદ મુજબ પાડોસી રવિનાબેન અનિલભાઇ પુરોહિતએ ધર્મેશભાઈની પત્ની ફાલ્ગુનીબેન સાથે ઘરના આગળ રસ્તામાં કેમ કચરો નાખે છે તેમ કહી ઝગડો કરી તેમજ
નેશભાઇ અનિલભાઇ પુરોહિતે ધર્મેશભાઈને પથ્થર વડે દાઢીના ભાગે મારી ઇજા કરી તેમજ ડાબા કાનના ભાગે ઇંટ મારી ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે દંપતી સામે ગુનો દાખલ કર્યો છે

(11:01 pm IST)