Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ડેડીયાપાડા તાલુકાના બે ગામોમાંથી જીઓ કંપનીનાં ટાવર માંથી ૫.૬૦ લાખની કિંમતની બેટરીની ચોરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બે ગામોમાંથી જીઓ કંપનીનાં મોબાઈલ ટાવરમાંથી બેટરીની ચોરી થતાં કંપનીનાં કર્મચારીએ પોલીસ મથકે ફરિયાદ આપી છે
  પ્રાપ્ત વિગતો અનુસાર મહંમદકલીમ મોહમદનજીર શેખ (રહે.અમદાવાદ) નાઓની ફરિયાદ મુજબ જિયોફોન કંપનીમા પ્રતાપ ટેક્નોલોજી ક્રેક પ્રા.લી.નામની કંપનીના નર્મદા જીલ્લાના દેડીયાપાડા તાલુકાના મોહબી તથા વાઘઉમર ગામ ખાતે આવેલ જીયો કંપનીના ટાવર।-GJ-DDPA- ENB-9064 તથા વાઘઉંમર ગામે આવેલ I-GJ-DDPA-ENB-9070 કુલ-૧૪ બેટરીઓ જે એક બેટરીની હાલની કિ.રૂ.૪૦,૦૦૦  ગણી કુલ ૧૪ બેટરીની કિ.રૂ.૫,૬૦,૦૦૦ ની કોઇ અજાણ્યા ચોર ઇસમ ગઈ તા.૨૫/૦૧/૨૦૨૩ ના સાંજના કલાક ચારેક વાગ્યાથી તા.૩૦/૦૧/૨૦૨૩.ના કલાક.૧૦/૦૦ વાગ્યાના કોઇ પણ સમયે ચોરી કરી જતા ડેડીયાપાડા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કર્યો છે.
આમ એક બાદ એક નર્મદા જિલ્લામાં જીઓ કંપનીનાં ટાવર માંથી થતી બેટરીની ચોરી કરનાર ચોરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે પણ હાલ પોલીસ માટે આ એક પડકાર સમાન બાબત છે .

(11:08 pm IST)