Gujarati News

Gujarati News

News of Sunday, 3rd March 2024

7મી માર્ચએ ઝાલોદથી ગુજરાતમાં થશે ભારત જોડો ન્યાય યાત્રાની એન્ટ્રી

10મીએ તાપીમાં કાર્યક્રમ બાદ યાત્રા નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે: પાવાગઢમાં દર્શન કરવા જઈ શકે છે રાહુલ ગાંધી

અમદાવાદ: 7 માર્ચે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતના ઝાલોદમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પ્રવેશ કરશે, 10 તારીખે તાપીમાં કાર્યક્રમ બાદ રાહુલ ગાઁધીની યાત્રા નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશેરાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચે ગુજરાતમાં પ્રવેશવા જઇ રહી છે. વાત જાણે એમ છે કે, 7 માર્ચે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતના ઝાલોદમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પ્રવેશ કરશે. જ્યાં સાંજે 4 કલાકે ઝાલોદમાં રાહુલ ગાંધી ગુજરાતમાં પહેલી જાહેરસભા યોજાશે. આ પછી બીજા દિવસે એટલે કે 8મી માર્ચે સવારે 8 કલાકે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા યોજાશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ 10 માર્ચે તાપીના વ્યારામાં રાહુલ ગાંધી સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠકમાં ભાગ લેશે. તાપીમાં કાર્યક્રમ બાદ રાહુલ ગાઁધીની યાત્રા નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો સમગ્ર કાર્યક્રમ8 માર્ચે સવારે 8 વાગ્યે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી કરશે પદયાત્રા 

 

દાહોદથી સવારે 10 વાગ્યે લીંમખેડા પહોંચશે યાત્રા

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે યોજાશે કાર્યક્રમ 

ન્યાયયાત્રા સવારે 11 વાગ્યે યાત્રા પહોંચશે પીપલોદ જ્યાં યાત્રાનું થશે સ્વાગત 

11.30 વાગ્યે પંચમહાલના ગોધરા ખાતે પહોંચશે યાત્રા

બપોરના ભોજન બાદ 2 વાગ્યે યાત્રા પહોંચશે હાલોલ 

હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મિટિંગ અને સ્વાગતનું આયોજન 

હાલોલથી યાત્રા પહોંચશે પાવાગઢ જ્યાં દર્શન કરી શકે છે રાહુલ ગાંધી 

પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુગોડા પહોંચશે યાત્રા 

ન્યાય યાત્રાનું બોડીલી ખાતે થશે રાત્રી રોકાણ 

9 માર્ચે સવારે 8 વાગ્યે બોડેલી ખાતે યોજાશે પદયાત્રા 

 

બોડેલીથી ન્યાય યાત્રા પહોંચશે નસવાડી જ્યાં સ્વાગત અને કોર્નર બેઠક યોજાશે

નસવાડીથી રાજપીપળા ખાતે સ્વાગત અને પદયાત્રા અને ભોજન 

રાજપીપળાથી કાલાઘોડા જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ ખાતે સ્વાગત

બેંક ઓફ બરોડા સર્કલથી નેત્રંગ પહોંચશે યાત્રા જ્યાં 2.30 વાગ્યે થશે કોર્નર બેઠક 

માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે રાહુલ ગાંધી 

બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મિટિંગનું આયોજન 

બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચશે યાત્રા 

વ્યારા ખાતે પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક

વ્યારાથી સોનગઢ પહોંચશે યાત્રા જ્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે 

10 માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે યાત્રા

 

(4:37 pm IST)