Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

રૂપાલાના વિરોધમાં ભાવનગરમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું : 5 હજારથી વધુ ક્ષત્રિયો દ્વારા ટીકીટ રદ કરવાની સર્વાનુમતે માંગ

ભાજપના રાજેન્દ્રસિંહ રાણા અને કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો પણ જોડાયા :ક્ષત્રિય સમાજની મહિલાઓ અને મોટા પ્રમાણમાં યુવાનો ઉમટયા: મહિલાઓ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે પીએમ મોદીને અપીલ કરશે :મહિલાઓ પીએમ મોદીને પોસ્ટકાર્ડ લખીને રજૂઆત કરશે

ભાવનગરમાં પરશોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યુ હતુ. ગરાસિયા બોર્ડિંગ ખાતે યોજાયેલી સભામાં 5000થી વધારે ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા. ભાજપના રાજેન્દ્રસિંહ રાણા અને કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો પણ જોવા મળ્યા હતા. 

  ક્ષત્રિય સમાજની મહિલાઓ અને મોટા પ્રમાણમાં યુવાનો પણ આ સભામાં જોડાયા હતા. મહિલાઓ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે પીએમ મોદીને પણ અપીલ કરી છે. આ માટે મહિલાઓ પીએમ  મોદીને પોસ્ટકાર્ડ લખીને રજૂઆત કરશે તેવુ પણ આયોજન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ જે નિર્ણય લેશે તેને જ આખરી માનવામાં આવશે.

હાલ રાજ્યભરમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ક્યાંક સંમેલનો દ્વારા તો ક્યાંક વિરોધ પ્રદર્શનો દ્વારા રૂપાલા સામે ક્ષત્રિય સમાજે બાંયો ચડાવી છે. આ તરફ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પણ બેઠક યોજાઈ હતી. જેમા ગઈકાલે CM દિલ્હી મુલાકાત કરીને આવ્યા અને આજે ગાંધીનગરમાં પ્રદેશના તમામ નેતાઓની હાજરીમાં મીટિંગ કરવામાં આવી હતી

(8:34 pm IST)