Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

દેવલીયા ચોકડી પર ઓટો ગેરેજ સંચાલકે નિયમોનુસાર રજીસ્ટર નહિ નિભાવતા SOG ની લાલ આંખ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને જિલ્લામાંમાં વાહન ચોરી કે હોટલ ગેસ્ટ હાઉસમાં થતા વેપલા ને અટકાવવા આ ગ્રુપ સતત પ્રયત્નશીલ રહે છે અને સમયાંતરે આવા લોકો સામે ગુના પણ દાખલ કરે છે હાલમાં તિલકવાડા તાલુકાની દેવલીયા ચોકડી પર ચાલતા ગેરેજ વાળા સામે પણ લાલ આંખ કરી છે

   પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર વાય. એસ. સિરસાઠના માર્ગદર્શન હેઠળ અને તમને ટીમે જિલ્લામાં વોચ રાખતા ગતરોજ તિલકવાડા તાલુકામાં આવેલ દેવલીયા ચોકડી પર ચાલતા બાબા ઓટો ગેરેજના સંચાલક પંકજભાઇ ઇશ્વરભાઇ બારીયા (હાલ રહે.ગોલાતલાવડી તા.તિલકવાડા જી.નર્મદા મુળ રહે.વાઘેથા તાજી નાંદોદ.નર્મદા) નાઓએ પોતે દેવલિયા ચોકડી,તિલકવાડા તરફ જવાના રોડની બાજુમાં બાબા ઓટો ગેરેજ ચલાવી નિયમ મુજબનું રજીસ્ટર નહિ રાખી ગુનો કરતા અ.હે.કો.મનોજકુમાર શરણભાઇ બ.નં.૭૪૬ નોકરી સ્પેશ્યલ ઓપરેશન ગૃપ નર્મદાનાઓની ફરિયાદ ના આધારે ગુનો દાખલ કર્યો છે.

(11:02 pm IST)