Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

રાજપીપળા ખાતે " જાગો મતદાર જોગો" નાટક દ્વારા મતદાન જાગૃતિ અને જન જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો.

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળા ખાતે " જાગો મતદાર જાગો" નાટક દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર નર્મદા કચેરી દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માટે અમદાવાદ રાજુ જોષીના ગૃપ દ્વારા મતદાન જાગૃતિ,જન જાગૃતિ નાટક પ્રોગ્રામ રાજપીપળા ખાતે ત્રણ જગ્યાએ યોજાયો હતો.જેમાં પ્રાંત અધિકારીની કચેરી,ટાઉન હોલ તેમજ નાંદોદ તાલુકાના લાછરસ ગામે આ કાર્યક્રમ યોજાયો હતો.

  નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે પણ આ કાર્યક્રમમાં યોજાયો હતો યોજાયો હતો.જાગો મતદાર જાગો  નાટક અંતર્ગત જનજાગૃતિનો કાર્યકમ યોજાયો જેમાં  મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મતદાન કરવા અંગે શપથ લીધા હતા.ગુરુવારે તિલકવાડા તાલુકા મથક ખાતે આ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાશે ઉપરાંત સમગ્ર નર્મદા જિલ્લામાં આ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાશે તેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

   
(11:09 pm IST)