Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

નર્મદા બીજેપીની યોજાયેલી બેઠકમાં ચર્ચા.... ભાજપાનો સ્થાપના દિવસ નર્મદા જિલ્લામાં ભાજપા દ્વારા ગૌરવભેર ઉજવાશે

લાભાર્થી સંપર્ક અભિયાન,ઘર ઘર સંપર્ક અભિયાન,મોદી પરિવાર કાર્યક્ર્મ,મેરા પરિવાર,ભાજપા પરિવારનું સ્ટીકર લગાડવાના કાર્યક્રમો યોજાશે:નર્મદામા બાબા સાહેબ આંબેડકર દિન ઉપરાંત રામ જન્મોત્સવની પણ ઉજવણી કરાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કમલમ નર્મદા કાર્યાલય ખાતે  આજે ભાજપાના અપેક્ષિત કાર્યકર્તાઑ,હોદ્દેદારો,આગેવાનોની એક મહત્વની બેઠક યોજાઈ હતી.જેમાં એપ્રિલ માસમા યોજાનારા ભાજપાના કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા હાથ ધરાઈ હતી

   ભાજપાનો સ્થાપના દિવસ 6એપ્રિલે નર્મદા ભાજપા દ્વારા ગૌરવભેર ઉજવાશે,ઉપરાંત આ બેઠકમાં લાભાર્થી સંપર્ક અભિયાન,ભાજપાનો સ્થાપના દિવસની ઉજવણી ઘર ઘર સંપર્ક અભિયાન,મોદી પરિવાર કાર્યક્ર્મ મેરા પરિવાર,ભાજપા પરિવારનું સ્ટીકર લગાડવાના કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું.એ ઉપરાંત બાબા સાહેબ આંબેડકર દિન,રામ જન્મોત્સવનીભવ્ય ઉજવણી કરવાના આયોજન અંગે ચર્ચા હાથ ધરાઈ હતી.
     રાજપીપલા ખાતે આવેલ કમલમ નર્મદા કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખના અધ્યક્ષ સ્થાને ભાજપાના અપેક્ષિત કાર્યકર્તાઑ, હોદ્દેદારો આગેવાનોની બેઠકમા આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ,જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ, પ્રભારી ધર્મેશ પંડ્યા, બળવંત સિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી, હર્ષદ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસીંગભાઈ તડવી, સંયોજક અનિરુદ્ધસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
     આ બેઠકમાં સંયોજક અનિરુદ્ધસિંહ ગોહિલે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જેમાં લાભાર્થી સંપર્ક અભિયાન માટે કામગીરી જવાબદારી,5 અને 6 એપ્રિલે ભાજપાનો સ્થાપના દિવસ ઉજવવો,27,28 એપ્રિલે ઘરે ઘરે પીએમ મોદી નો પત્ર આપવો અને સ્ટીકર લગાડવાની કામગીરી, ઝંડીઓ લગાડવી,ઉપરાંત ઘર ઘર સંપર્ક અભિયાન બુથ સ્તરે યોજવાઅંગે ચર્ચા માર્ગદર્શન હાથ ધરાયું હતું.તેમજ મોદી પરિવાર કાર્યક્ર્મના આયોજન અંતર્ગત એક સભાં યોજવા અંગે ચર્ચા હાથ ધરાઈ હતી એ ઉપરાંત 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકર દિન ઉજવવૉ, 17એપ્રિલે ભવ્ય રામ જન્મોત્સવ ઉજવવો. આ દિવસે દરેક ગામના મંદિરો ના સફાઈ અભિયાન કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. મહિલા કાર્યકર્તાઑ દ્વારા ઘરે ઘરે જઈને મહિલાઑ ને કમલ મહેંદી મુકવા અંગે માર્ગદર્શન અપાયું હતું.એ ઉપરાંત મોદી સરકારના 10વર્ષની કામગીરી પ્રજા સુધી કેવી રીતે પહોંચાડવી તેની ચર્ચા હાથ ધરાઈ હતી
આ પ્રસંગે શબ્દશરણ તડવીએ ચૂંટણી આચારસંહિતાના નિયમોનું પાલન કરવા અને વધુ મતદાન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
   જયારે નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે એપ્રિલ માસમા યોજાનાર પાર્ટીના કાર્યક્રમો સફળ રીતે પાર પાડવા અને મેરા પરિવાર, ભાજપા પરિવારનું સ્ટીકર અને મતદાન ની સ્લીપો ઘરે ઘરે પહોચાડવા જણાવ્યું હતું.
   જયારે ચૂંટણી પ્રભારી ધર્મેશ પંડ્યાએ છોટાઉદેપુર બેઠક પાંચ લાખ કરતા વધુ મતની લીડથી જીતીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.જિલ્લા પ્રમુખે કાર્યક્રમનું સફળ આયોજન કેવી રીતે થાય એનું માર્ગદર્શન આપ્યું હતું.એ ઉપરાંત બુથ એજન્ટોની યાદી બનાવવા ઉપર ખાસ ભાર મુક્યો હતો. ગ્રામ્ય વિસ્તારના ભાજપાનો માહોલ જામે એવુ વાતાવરણ ઉભું કરવા પર પણ ભાર મુક્યો હતો.


 

   
(11:12 pm IST)