Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

દિયોદર-ભાભર હાઇવે પર લુદ્રા કેનાલ પાસે ભારે પવનથી ઝાડ પડતા ગમખ્વાર અકસ્માત :ઇકો ચાલકનું કરૂણમોત

અચાનક ઝાડ પડવાથી ટ્રક ડ્રાઈવરે બ્રેક મારતા ઇકો ગાડી ટ્રકની પાછળ ઘુસી ગઈ :વિજિબલિટી ઘટતાં ઇકો ટ્રક પાછળ ઘૂસતા ઇકો ચાલકનું મોત

દિયોદરઃ બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવવાથી ભારે પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે દિયોદરમાં ભારે પવનથી ઝાડ પડતા અકસ્માત થયો હતો. દિયોદર-ભાભર હાઇવે પર લુદ્રા કેનાલ પાસેની ઘટના છે. અચાનક ઝાડ પડવાથી ટ્રક ડ્રાઈવરે બ્રેક મારતા ઇકો ગાડી ટ્રકની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. વિજિબલિટી ઘટતાં ઇકો ટ્રક પાછળ ઘૂસતા ઇકો ચાલકનું મોત થયું છે.

બનાસકાંઠામાં ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે અચાનક ભારે પવન સાથે વરસાદ થયો હતો. અનેક ઘરોનાં પતરાં ઊડી ગયા હતા. અગાઉ પણ તાઉ-તે વાવાઝોડાની અસરને લઇ જિલ્લાના અનેક તાલુકાઓમાં ખેડૂતોના પાકને નુકસાન જોવા મળ્યું હતું. જોકે ફરી તૈયાર પાકોમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

(1:20 pm IST)