Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

પર્વની કારનો પીછો કરતી કારમાં સવાર હોમગાર્ડ જવાનની ધરપકડ

શિવરંજની હિટ એન્ડ રનમાં માનવવધનો ગુનો દાખલ : આઈ ૨૦ ગાડી પીછો કરવાનું હોમગાર્ડે કહ્યું હતું, દુર્ઘટના બાદ પરત ગુરુદ્વારા મુકી જવાનું પણ દબાણ કર્યું હતું

અમદાવાદ, તા. ૨ : શિવરંજનીના હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહ વિરૃદ્ધ આઈપીસી કલમ ૩૦૪ મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો છે. ત્યારે આ હિટ એન્ડ રન મામલે મોટો વળાંક સામે આવ્યો છે. પર્વ શાહની સાથે સીસીટીવીમા દેખાતી બીજી કારનો માલિક ચર્ચામાં આવ્યો હતો. શિવરંજની હિટ એન્ડ રન કેસમાં અકસ્માત સમયે સીસીટીવીકારમાં દેખાતી બીજી કાર પોલીસે શોધી કાઢી હતી. બ્લેક કલરની વેન્ટો કારનો ચાલક ધીરજ પટેલ હોવાનું સામે આવ્યું હતું. ધીરજ પટેલ થલતેજમાં તેમના બહેનના ઘરેથી પરત ઇક્નમટેક્સ ખાતે આવેલ પોતાના ઘરે જઇ રહ્યો હતો.

જોકે, સવાલ એ છે કે, ધીરજ પટેલની કારમાં ખાખીધારી શખ્સ સવાર હોવાનું કહેવાય છે. કારમાં ધીરજ પટેલે તેની સાથે પોલીસ કર્મી કે હોમગાર્ડ જવાન બેસાડયૉ હોવાની આશંકા છે. કારચાલક ધીરજ પટેલનું પોલીસ નિવેદન લઇ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવશે. પરંતુ હાલ તે ખાખી ધારી કોણ હતો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી હતી. આખરે તે હોમગાર્ડ જવાનને શોધવામાં પોલીસને સફળતા મળી છે. વેન્ટો ગાડીમાં બેસી ગાડી પીછો કરવાનું કહેનાર હોમગાર્ડ જવાન પકડાતા હવે સમગ્ર કેસની ગડીઓ ઉકેલાઇ ચુકી છે તેમ લાગી રહ્યું છે.

આઈ ૨૦ ગાડી પીછો કરવાનું હોમગાર્ડ જવાને કહ્યું હતું. અકસ્માત સર્જાય બાદ પરત ગુરુદ્વારા મુકી જવાનું દબાણ કર્યું હતું. ગુરુદ્વારા પોઇન્ટ પર ફરજ બજાવતા હતો હોમગાર્ડ જવાનને પોલીસે ઝડપી લીધો છે. ટ્રાફિક પોલીસે હોમગાર્ડ જવાનનું નિવેદન નોંધવા માટેની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવીછે. હાલ તેની પુછપરછમાં અનેક ચોંકાવનારા રહસ્યો ખુલી શકે છે.

(9:29 pm IST)