Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

રાજપીપળા વ્રજ હોટલ પાસે ઇકો ગાડીના ચાલકે રાહદારીને અથાડાતા માથામાં ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા શહેરમાં એક ઇકો ગાડીના ચાલકે રાહદારીને અથાળી ગંભીર ઇજા કરી સ્થળ પરથી નાસી જતા રાજપીપળા પોલીસ મથકે ફરીયાદ થઈ છે
 આ અંગે મળતી માહિતી મુજબ સંતોષ ભાનુપ્રસાદ ઋષી (ઉ.વ .૬૦) (  રહે.ગલ્સ હોસ્ટેલની પાછળ વડીયા પેલેસ ગેટની સામે રાજપીપળા )એ આપેલી ફરિયાદ અનુસાર તેઓ 1લી જુલાઈ સવારે 11.30 વાગે પગપાળા જતા હતા એ સમયે ઈક્કો ગાડી નંબર GJ 22 H 1826 ના ચાલકે તેની ઈક્કો ગાડી પુરઝડપે ચલાવી વ્રજ હોટલ પાસે રોડ ઉપર પાછળથી અથાડી એક્સીડન્ટ કરી સંતોષભાઈને માથાના ભાગે ઇજા કરી નાસી જઇ ગુનો કરતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:06 pm IST)