Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ઓરિસ્સાના વોન્ટેડ ક્રિમીનલ પાસેથી મેળવેલ સીમ કાર્ડ વેચાણના આંતર રાજય નેટવર્કનો સુરતમાં પર્દાફાશ

અલગ અલગ કંપનીના મોબાઈલ સીમ કાર્ડ સોશ્યલ મીડિયાની ખાસ એપ્લિકેશન મારફત ગુજરાત લાવી, આધાર પુરાવા વગર વેચાણ કરનાર શખ્સને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી લેવાયો : આર્થિક પરિસ્થિતિ કથળતા ગુન્હાના માર્ગે વળ્યાની ફોટોગ્રાફર આશિષની કબૂલાતઃ અન્ય આરોપીઓને શોધવા ખાસ ટીમો અન્ય રાજય સુધી દોડાવવા ધમધમાટ : પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરને મળેલ બાતમી આધારે એડી.પોલીસ કમિશ્નર શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ, એસીપી આર.આર સરવૈયાની ટીમે સફળતાનું વધુ એક શિખર સર કર્યું : પીઆઈ આર.એસ.સુવેરા, પીએસઆઈ વી.એસ.જાડેજા સહિતના નાનામાં નાના સ્ટાફે કાબિલેદાદ કામગીરી કરી હોવાનું જણાવી સીપી દ્વારા પ્રશંસાના પુષ્પો વર્ષાવાયા

રાજકોટ તા.૩: એક તરફ આતંકવાદી  અને વ્હાઇટ કોલર ક્રિમીનલ દ્વારા પોતાના મોબાઈલ લોકેશન આધારે પોલીસ ટ્રેક ન કરી શકે તે માટે ચાલતા  પ્રયાસો ખૂબ ઘાતક હોવાનું સારી રીતે સમજતા સુરતના જાગૃત પોલીસ કમિશનર દ્વારા સ્થાનિક પોલીસ સાથે  ડીસીબી ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી બ્રાન્ચને ખાસ જવાબદારી સુપરત કરવાની મહેનત રંગ લાવી છે,આધાર પુરાવા વગર પ્રી એકિટવ ડમી સીમ કાર્ડ વેચવાના આંતર રાજ્ય કૌભાંડ પરથી  પડદો હટાવવામાં સુરત સ્પેશલ ઓપરેશન ગ્રુપને સફળતા મળી છે.

પોલીસ કમિશનર અજય કુમાર તોમર,એડી.સીપી ક્રાઈમ અને ટ્રાફિક શરદ સિંઘલ,ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર.સરવૈયાના માર્ગદર્શન હેઠળ થયેલ કાર્યવાહી આ મુજબ છે

એસ.ઓ.જી. પીઆઈ આર.એસ.સુવેરા તથા પીએસઆઈ વી.સી. જાડેજા નાઓએ આ પ્રવૃતિની ગંધીરતાને ધ્યાનમાં રાખી એસ.ઓ.જી.ની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી. જે ટીમો દ્વારા શહેર વિસ્તારમાં સિમકાર્ડ વેચાણ કરતા દુકાનદારો, ડીસ્ટ્રીબ્યુટરો, એજન્ટો વિગેરે ઉપર વોચ રાખવામાં આવી રહેલ હતી.  તે દરમ્યાન ગઈકાલ તા.૧/૭/૨૦૨૧ના રોજ એસ.ઓ.જી. શાખાના, એએસઆઈ અનિલભાઈ વિનજીભાઈ, એચસી દામજીભાઈ ધનજીભાઈ, એચસી અશોકભાઈ લાભુભાઈ, એચસી મહેન્દ્રસિંહ દિલીપસિંહ, પીસી અજયસિંહ રામદેવસિંહ નાઓ સાથે સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એએસઆઈ અનિલભાઈ વિનજીભાઈ તથા એચસી દામજીભાઈ ધનજીભાઈ નાઓને બાતમી મળેલ કે, એક ઈસમ કોઈપણ મોબાઈલ સિમકાર્ડ કંપનીનો અધિકૃત વ્યકિત નથી અને તે પોતાની પાસે અલગ- અલગ કંપનીના પ્રિ- એકટીવ કરેલ સિમકાર્ડ રાખી કોઈપણ પ્રકારના આધાર પુરાવા લીધા વગર સિમકાર્ડનું વેચાણ કરવા માટે જના સીએનજી પંપની બાજુમાં ખરવરનગર- ઉધના ઓવર બ્રીજની નીચે ખરવરનગર મેઈન રોડ ઉપર ફરી રહેલ છે. જે બાતમી આધારે સદરહુ જગ્યાએ વોચ ગોઠવી આરોપી નામે આશિષભાઈ જશવંતભાઈ માટવલીવાળા (ઉ.વ.૨૦) ધંધો ફોટોગ્રાફી રહે. ફલેટ નં.૧૫/બી ત્રીજા માળે બિલ્ડીંગ નં.૧૫ ખરવરનગર ઉધના સુરતવાળાને ઝડપી પાડી તેની પાસેથી વોડાફોન- આઈડીયા કંપનીના અગાઉથી એકટીવ કરેલા સીમકાર્ડ નંગ-૧૭ કિ. રૂ.૮૫૦/-ના મળી આવેલ છે.

મજકુર આરોપીની પુછપરછ કરતા તેણે  જણાવેલ કે, પોતાની આર્થીક પરીસ્થિતિ સારી ન હોય જેથી શોર્ટકટમાં પૈસા કમાવવા માટે તેણે સોશ્યલ મીડિયા મેસેન્જરમાં TELEGRAM એપ્લીકેશનમાં 'INDIAN OTP GROUP' નામના ગ્રુપમાં ઓડીશા રાજય ખાતે રહેતા વોન્ટેડ આરોપીનો સંપર્ક કરેલ અને તેણે યેનકેર પ્રકારે અન્ય વ્યકિતઓના ડોકયુમેન્ટ મેળવી તેના આધારે વોડાફોન- આઈડિયા કંપનીમાંથી અન્ય વ્યકિતઓના નામે સિમકાર્ડ ઈસ્યુ કરાવેલ અને તેને એકટીવ કરેલ અને તે સિમકાર્ડ સુરત ખાતે કુરિયર દ્વારા ડિલિવરી મેળવેલ. આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ ચાલી રહી છે.

(12:57 pm IST)