Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ફિટનેસ મંત્રનો અમલ કરી ફિટ બનતા પોલીસ સ્ટાફને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી રહ્યા છે

કામના અનિશ્ચિત કલાકો, અપુરતી નિંદ્રા ૪૫ વર્ષ ઉપરના પોલીસ સ્ટાફના સ્વાસ્થ્યને ભયંકર અસર આવું તારણ કાઢી આ આઈપીએસ શાંતિથી બેસી ન રહ્યા : અમદાવાદના ડીસીપી અચલ ત્યાગી દ્વારા અનોખી પહેલને પોલીસ સ્ટાફ અને અધિકારીઓ સાથે લોકો પણ આવકારી રહ્યા છે

રાજકોટ તા.૩:   પોલીસ તંત્રમાં ટોપ ટુ બોટમ પોસ્ટ પર અને ખાસ કરીને ફિલ્ડ ફરજ દરમિયાન શારીરિક માનસિક રીતે ફિટ હોવું ખૂબ જરૂરી છે પરંતુ વિવિધ પ્રકારના બંદોબસ્ત અનિયમિત આહાર અને તહેવારો સમયે લોકો પોતાના પરિવાર સાથે શાંતિપૂર્વક હરીફરી શકે તે માટે પોતાના પરિવારથી દૂર રહી રોડ પર ફરજ અને આને પરિણામે પોલીસ સ્ટાફ ૪૫ ઉંમર બાદ ડાયાબીટીસ અને હાયપર ટેન્શન, સ્લીપ ડિસ્ક અને ઘણી વખત માનસિક તણાવને કારણે ફિટનેસ ગુમાવી દયે છે, જે ખૂબ નુકશાનકારક પોલીસ પરિવાર માટે છે,આવું નિરીક્ષણ માનવીય અભિગમ ધરાવતા અમદાવાદના ઝોન -૫ના ડીસીપી અચલ ત્યાગી દ્વારા થયું હતું.                                            

પોલીસ તંત્રના એક જવાબદાર સેનાપતિ તરીકે પોતાના હાથપગ જેવા સૈન્યને  કોઈ મુશ્કેલી સમયે તેમની કાળજી રાખવાની જવાબદારી પોતાની હોવાનું માનતા આ આઇપીએસ દ્વારા ૫૦ વર્ષ સુધીના પોલીસ જવાનો કે જે તમામ માંદગીને   દૂર રાખી એકદમ ફિટ રહ્યા છે તેને પ્રોત્સાહિત કરવા ખાસ ફિટનેસ એવોર્ડ દ્વારા જાહેર સન્માન કરી અન્ય પોલીસ સ્ટાફને પણ ફિટ રહેવા આપેલ પ્રેરણા ખૂબ પ્રશંસાપાત્ર બની છે.                                              

ડીસીપી અચલ ત્યાગી કહે છે કે દર મહિને આવા કાર્યક્રમ કરતા રહીશું.આવતા માસે જે પોલીસ સ્ટાફ  પોતાની લાઈફ સ્ટાઈલ ચેન્જ કરી પોતાનું વજન ઓછું કરવા સફળ બન્યા હશે તેની પણ જાહેર પીઠ થાબડી સન્માન કરીશું. તેઓ દ્વારા વિશેષમાં જણાવવામાં આવેલ કે, પોલીસ સ્ટાફને ગઠીયા અને ભજીયા જેવા તેલી પદાર્થ ધરાવતા ખોરાક ને બદલે ફ્રૂટને બદલે હેલ્ધી બિસ્કીટ ખાવા સમજાવવામાં આવે છે.     

કામના અનિશ્ચિત કલાકો, અપૂરતી નિંદ્રા વિગેરે બાબતો પણ આવા પોલીસ સ્ટાફ માટે બીમારીનું કારણ બની રહે છે,પરંતુ આ બધી બાબતો છતાં જીવન પદ્ધતિ કેવી રીતે બદલવી તેનું માર્ગદર્શન આપી ફિટ રાખવાથી સરવાળે તેમને જ ફાયદો છે.

(12:58 pm IST)