Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ગુજરાતમાં તમામ પ્રાથમીક શાળાનો સમય ૩૧ જુલાઇ સુધી સવારનો રહેશે

ઓનલાઇન કલાસ ચાલતા હોય પ્રાથમીક શિક્ષક સંઘ દ્વારા રજુઆત

રાજકોટ, તા,.૩: ગુજરાતમાં તમામ પ્રાથમીક શાળાનો સમય સવારનો કરવા શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. ગુજરાતમાં હાલ કોરોનાની સ્થિતિના કારણે શાળાઓ બંધ છે. ઓનલાઇન શિક્ષણ ચાલી રહયું છે ત્યારે ૩૧ જુલાઇ સુધી ગુજરાતની તમામ શાળાને સવારની પાળીમાં ચલાવવાની સુચના આપવામાં આવી છે.

પ્રાથમીક શાળાઓને સવારની પાળીમાં ઓનલાઇન ચલાવવાની સાથે અભ્યાસના કલાકોમાં ઘટાડો ન થાય તે જોવા માટેપણ તાકીદ કરાઇ છે.

શાળાના સમયને ધ્યાને લઇને પ્રાથમીક શિક્ષક સંઘ દ્વારા તાજેતરમાં શિક્ષણ વિભાગમાં રજુઆતકરવામાં આવી હતી. આ રજુઆતને પગલે પ્રાથમીક શિક્ષણ નિયામકે ગઇકાલે પરીપત્ર જાહેર કરી પ્રાથમીક શાળાનો સમય સવારનો કરવા સુચના આપી છે.

(3:07 pm IST)