Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

હિંમતનગરના મોતીપુરા સર્કલ નજીક પેટ્રોલિંગ દરમ્યાન પોલીસે બાતમીના આધારે ટ્રકમાં કતલખાને લઇ જવાતા અબોલ પશુઓને બચાવી બે શખ્સોની અટકાયત કરી

હિંમતનગર: શહેરના મોતીપુરા સર્કલ પરથી પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી આધારે પોલીસે ટ્રકમાં ભરી ગેરકાયદેસર રીતે કતખાને લઈ જવાતા ૨૭ અબોલ પશુઓને બચાવી લઈ મોડાસાના રાણાવૈયદના બે શખ્સોની અટકાયત કરી પશુઓ તેમજ ટ્રક મળી કુલ રુપિયા ૧૦.૮૧ લાખનો મુદમાલ કબ્જે કર્યો હતો. પોલીસે ઝડપાયેલા બન્ને શખ્સો વિરુધ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ અને ઘાતકી વર્તન અટકાવવાના કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

હિંમતનગર એ. ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમને પેટ્રોલીંગ દરમિયાન ગાંભોઈ તરફથી ટ્રકમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે પશુઓ ભરીને કતલખાને હિંમતનગર તરફ લઈ જઈ રહ્યાની બાતમી મળતા પોલીસે શહેરના મોતીપુરા સર્કલ પર વોચ ગોઠવી હતી.

દરમિયાન ટ્રક આવતા ટ્રકમાં બેઠેલા શખ્સોની પુછતાછ કરી લાયસન્સ માંગતા લાયસન્સ ન હોવાનુ જણાવ્યુ હતુ. ઉપરાંત ટ્રકની તલાશી લેતા ટ્રકમાં કોઈપણ જાતના ઘાસચારારેતીપાણીની વ્યવસ્થા કર્યા વિના ૨૭ પાડાઓને મુસ્કેટાટ હાલતમાં બાંધી લઈ જવાતા હતા. જેથી પોલીસે આ ૨૭ અબોલ જીવોને બચાવી પશુઓ તેમજ ટ્રક સહિત કુલ રુપિયા ૧૦.૮૧ લાખનો મુદમાલ કબ્જે કર્યો હતો.

(6:04 pm IST)