Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ઇડર તાલુકાના સાપાવાડામાં ખાનગી કંપનીનો ટાવર ઉભો કરવાના મામલે મોટો વીવાદ સર્જાતા પંચાયત દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી

ઇડર: તાલુકાના સાપાવાડામાં ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર ઉભો કરવાને મામલે મોટો વિવાદ સર્જાયો છે. કેટલાક સ્થાનિક રહિશોના વિરોધ વચ્ચે તથા ગ્રામ પંચાયતની પુર્વ મંજુરી વિના ઉભા થઈ રહેલા આ ટાવરના કામને તાકિદે અટકાવી દેવા માંગ કરાઈ છે. આ મામલે સમજાવટ છતાં નિવેડો નહીં આવતા પંચાયત દ્વારા શરતભંગની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરાઈ છે.

સાપાવાડા ગામના એક રહિશે પોતાની માલિકીના પ્લોટમાં ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર ઉભો કરવા ગ્રામ પંચાયતી મંજુરી માગી હતી. જો કે આ બાબતની જાણ સુચિત પ્લોટની આજુ-બાજુના રહિશોને થતાં કેટલાક રહિશોએ રહેણાંક વિસ્તાર નજીક ટાવર ઉભો ન થાય તે માટે સ્થાનિક ગ્રામ પંચાયતમાં વાંધા અરજી આપી કલેક્ટરનાયબ કલેક્ટર તથા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી.

આ લોકોની માંગ હતી કેટાવર રહેણાંક વિસ્તાર નજીક ઉભું થતુ હોવાથી નાના બાળકોવૃધ્ધો તથા પશુ-પંથીઓને રેડિયેશનથી વિપરીત અસર થશે અને તેઓના આરોગ્ય સામે સતત ખતરો મંડરાયેલો રહેશે. જેથી ટાવર અન્યત્ર ઉભુ કરવું. વળી રહેણાંક વિસ્તારમાં હેતુ ફેર કર્યા સિવાય ટાવર ઉભો કરવાની બાબતે શરતભંગ થતો હોવાની પણ અરજદારો દ્વારા રજુઆત કરાઈ હતી.

(6:05 pm IST)