Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં સીમમાં હારજીતનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 6 જુગારીઓને ઝડપી પાડયા

ગાંધીનગર:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની પ્રવૃતિ વધી રહી છે ત્યારે ગાંધીનગર નજીક રૃપાલ ગામની સીમમાં ખરાબાની જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના પગલે પેથાપુર પોલીસે દરોડો પાડી છ જુગારીઓને ઝડપી પાડયા હતા જયારે એક જુગારી ભાગી જવામાં સફળ રહયો હતો. પોલીસે ઝડપાયેલા જુગારીઓ પાસેથી ર૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કોરોના કાળમાં ભેગા થઈ જુગાર રમવા બદલ જાહેરનામાં ભંગનો ગુનો પણ દાખલ કર્યો હતો.   

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી જુગારની પ્રવૃતિ વ્યાપક બની છે. ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે ચાલતા આવા જુગારધામો ઉપર દરોડા પાડી રહી છે. પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે રૃપાલ ગામથી ગોલથરા જવાના માર્ગ ઉપર ખરાબાની જગ્યામાં કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રહયા છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડી રૃપાલ ગામે રહેતાં અરવિંદ મુન્નાભાઈ દંતાણીદીગ્વિજય દીનેશજી ઠાકોરજીતુભાઈ ઉર્ફે જીતેન્દ્ર રમેશભાઈ દંતાણીરોહીત રમેશભાઈ દંતાણીકલ્યાણપુરા કડીના રાધેશ્યામ રામબહાદુરસિંહ રાજપુત અને ટીંટોડાના અરૃણ રૃપસંગજી ઠાકોરને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. પોલીસના દરોડા દરમ્યાન રૃપાલ ગામનો અજય ઉર્ફે શીનુ રોહિતભાઈ દંતાણી ભાગી જવામાં સફળ રહયો હતો. પોલીસે આ જુગારીઓ પાસેથી રોકડ અને મોબાઈલ મળી ર૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. કોરોના કાળમાં ભેગા થઈને જુગાર રમવા બદલ જુગારીઓ સામે જાહેરનામાં ભંગની સાથે એપેડેમીક ડીસીઝ એકટ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

(6:06 pm IST)