Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

સુરતના સરથાણા સાવલિયા સર્કલ નજીક દુકાનમાં મસાજ પાર્લરની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પોલીસે ત્રણ યુવતીઓની ધરપકડ કરી

સુરત: શહેરના સરથાણા સાવલીયા સર્કલ મેરીટોન પ્લાઝાની એક દુકાનમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાના ઉપર સરથાણા પોલીસે છાપો મારી ત્રણ લલનાને ઝડપી પાડી કુટણખાનાના સંચાલકની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સરથાણા પોલીસે મળેલી બાતમીના આધારે આજે બપોરે સરથાણા સાવલીયા સર્કલ મેરીટોન પ્લાઝાના પાંચમા માળે દુકાન નં.501 માં ચાલતા મસાજ પાર્લરમાં ડમી ગ્રાહકને મોકલી રેઇડ કરી હતી. પોલીસે સ્પાની એક કેબીનમાંથી એક લલનાને ડમી ગ્રાહક સાથે કઢંગી હાલતમાં ઝડપી પાડી સ્પામાંથી અન્ય બે લલનાને સોફા ઉપર બેસેલઈ ઝડપી લીઘી હટી. પોલીસે મસાજ પાર્લરની આડમાં કુટણખાનું ચલાવતા સંચાલક પારસ પ્રાગજીભાઈ નડીયાપારા ( ઉ.વ.26, રહે.મસાજ પાર્લરમાં. મૂળ રહે.જૂની ચાવડ, તા.વિસાવદર, જી. જૂનાગઢ ) ને ઝડપી પાડી રોકડા રૂ.1000 અને બે કોન્ડોમ કબ્જે કર્યા હતા. પોલીસે પારસની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે છેલ્લા એક વર્ષથી દુકાન ભાડે રાખી છે અને તે મસાજના બહાને ગ્રાહકો બોલાવી કે મસાજ માટે આવતા ગ્રાહકો પાસેથી મસાજના રૂ.500 અને શરીરસુખ માણવાના રૂ.1000 લેતો હતો. તેમાંથી માત્ર રૂ.500 તે લલનાઓને આપતો હતો.

 

(6:13 pm IST)