Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

સુરતમાં કોરોના કાળમાં આર્થિક મંદીના કારણોસર જુદા જુદા બે વિસ્તારમાં પરપ્રાંતીય યુવાને આપઘાત કરી મોતને વ્હાલું કરતા ચકચાર

સૂરત :કોરોના કાળમાં બેકારીના લીધે ઉધના અને ડિંડોલી વિસ્તારમાં રહેતા બે પરપ્રાંતિય યુવાને આપઘાત કરી લીધો હતો. 

સ્મીમેર અને સિવિલથી મળેલી વિગત મુજબ ઉધના બમરોલી રોડ પર વિષ્ણુનગરમાં રહેતા 37 વર્ષીય પંચાનન ગંટેઇ રાઉતે ગુરૃવારે સાંજે ઘરમાં હુક સાથે ટુવાલ બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.પોલીસે કહ્યુ કે પંચાનન મુળ ઓરીસ્સાના ગંજામનો વતની હતો.તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.તે સંચાખાતામાં કામ કરતો હતો.પણ તેને છેલ્લા કેટલાક સમયથી યોગ્ય કામ ધંધો નહી મળતા નાણાકીય તકલીફ પડતી હતી.તેથી તેણે આ પગલુ ભર્યુ હતુ.

બીજા બનાવમાં લિંબાયતમાં આર.ડી ફાટક પાસે રૃક્ષમણીનગરમાં રહેતો 20 વર્ષીય ગોપાલ રજેસીંગ રાજપુત ગુરૃવારે સાંજે ડીંડોલીના નવાગામમાં દિપાલી પાર્કનાં એક મકાનમાં હુક સાથે વાયર બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.પોલીસે કહ્યુ કે ગોપાલ મુળ મહારાષ્ટ્રના ધુલીયાનો વતની હતો.તે માર્કેટમાં સાડી પેકીંગનું કામ કરતો હતો. પણ કોરોના કાળમાં કામ બંધ થઇ ગયુ હતુ.બાદમાં તેને કામ નહી મળતા માનસિક તાણ અનુભવતો હોવાથી આ પગલુ ભર્યુ હતુ

(6:14 pm IST)