Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

વડોદરાના સમા-સાવલી રોડ નજીક પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું

વડોદરા:શહેરના સમા સાવલી રોડ આવેલા ગ્રીન વ્રુદાવન પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતાં પીવાનું  હજારો ગેલન શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું હતું.  સતત બે દિવસથી આ પાણી પ્રમાણે પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, એક બાજુ લોકો કોર્પોરેશનના કમિશનરને અલગ અલગ વિસ્તારના લોકો પીવાનું પાણી નથી મળી રહ્યું તેવી રજૂઆતો કરવા પહોંચે છે. તો વળી બીજી તરફ છાશવારે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. જેથી જવાબદાર અધિકારી સામે જરૂરી પગલાં ભરવામાં આવે તેવું સામાજીક કાર્યકરએ જણાવ્યું હતું.

તો બીજી તરફ આ અંગે વિપક્ષી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે વડોદરામાં વહીવટી તંત્ર ખાડે ગયું છે છેલ્લા ૨૫ વર્ષના શાસનમાં ભાજપ નગરજનોને પીવાના પાણીની સમસ્યામાંથી છુટકારો અપાવી શક્યું નથી.  પાણીના પગલે કેટલાક વિસ્તારોમાં બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે જેથી તંત્ર આ અંગેની ગંભીરતા સમજી ચોક્કસ આયોજન કરે તે જરૂરી છે.

(6:16 pm IST)