Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

વડોદરાના આજવા રોડ નજીક નોકરીથી ઘરે પરત ફરતા સિક્યુરિટી જવાનની બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટનાસ્થળેજ મોત નિપજતા પરિવારની માથે આભ ફાટ્યું

વડોદરા: શહેરના આજવા રોડ નજીક નોકરીથી છૂટીને ઘરે જતા સિક્યુરિટી જવાનની બાઇકને  અજાણ્યા વાહને  ટક્કર મારતા સ્થળ પર જ મોત નિપજ્યુ છે.સમા પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

આજવારોડ સહજ સ્કૂલની સામે સાંઇશ્રદ્ધા ડૂપ્લેક્સમાં રહેતા ૫૦ વર્ષના અનિલ ચંદુભાઇ પટેલ આણંદમાં સિક્યિરિટી જવાન તરીકે નોકરી કરે છે.તેમને લગ્ન કર્યા નથી.અને ભાઇ સાથે રહે છે.આજે સવારે નોકરીથી છૂટીને બાઇક લઇને તેઓ પરત ઘરે આવતા  હતા.તે દરમિયાન સવારે પોણાદશ વાગ્યે દેણા  ગામ નજીકના બ્રિજ પર અજાણ્યા વાહને તેમન ે અડફેટે લેતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.તેમને સારવાર મળે તે પહેલા જ મોત થયુ હતું.સમા પોલીસે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ભાગી છૂટેલા વાહનચાલકની તપાસ શરૃ કરી છે.

(6:17 pm IST)