Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

વિરમગામ, માંડલ તાલુકાની આંગણવાડીના બાળકોને યુનિફોર્મનું વિતરણ કરાયું

સીડીપીઓના હસ્તે સીતાપુર, કાચરોલ આંગણવાડી પર યુનિફોર્મ નું વિતરણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :અમદાવાદ જિલ્લાના વિરમગામ અને માંડલ તાલુકાની આંગણવાડીના બાળકોને યુનિફોર્મનું વિતરણ કરાયું હતું. સરકારની સૂચના મુજબ  તારીખ :૦૩/૦૭/૨૦૨૧ ના રોજ  વિરમગામ , માંડલ તાલુકાની આંગણવાડીઓમાં ૩ થી ૫ વર્ષ ના બાળકોને વિનામૂલ્યે યુનિફોર્મ નું વિતરણ કરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત સી.ડી.પી.ઓ મીતા જાની દ્વારા સીતાપુર, કાચરોલ આંગણવાડી પર રૂબરૂ હાજર રહી બાળકોને યુનિફોર્મ નું વિતરણ કરેલ હતું. આંગણવાડીના બાળકો સુધી યુનિફોર્મ પહોંચાડવાનું ભગીરથ કાર્ય આંગણવાડી કાર્યકર તેડાગર અને મુખ્યસેવિકા કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયની તમામ આંગણવાડીના બાળકો માટે ગણવેશ આપવાનો કાર્યક્રમ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આંગણવાડીના બાળકોને ગણવેશ આપવાનો ઉદ્દેશ્ય એ છે કે બાળકોમાં એકસૂત્રતા સાથે સમાનતાનું ધોરણ જળવાય તથા દરેક બાળક આંગણવાડીએ જવા માટે પ્રોત્સાહિત થાય તેમજ રાજયની તમામ આંગણવાડી કેન્દ્રોનું અલગ ઓળખ ઉભી થાય તેવા ઉમદા આશયથી રાજ્યમાં પ્રથમવાર ગણવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

(6:18 pm IST)