Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

પોલીસનો ડર નથી:આ વાહનનો અકસ્માત થાય તો કેટલા લોકોનો ભોગ લેશો ? વાહનોમાં જાણે કે ઢોર ભર્યા હોઈ તેવા દ્રશ્યો

સુરત કડોદરા બ્રિજ પાસેથી આવા વાહનો વિરુધ્ધ પોલીસે આકરા પાણીએ કાર્યવાહી કરવી પડશો: માસ્ક નથી સાથે જોખમી સવારી જો પોલીસ કાર્યવાહી કરશો તો અનેક જીવો બચશો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : આ તસ્વીર સુરતના કડોદરા બ્રિજ પાસેથી પસાર થતા વાહનો  ની છે જેણે કાયદાનો ડર નથી કે નથી કોઈના જીવનની પડી આવા વાહન ચાલકો વિરુધ્ધ પોલીસ તંત્ર આકરામાં આકરી કાર્યવાહી કરે તે જરૂરી છે સુરત  હવે કોરોના જેવા તાંડવમાંથી  બહાર આવ્યું છે પણ આ તસ્વીરમાં માસ્ક વગર લોકો નજરે પડે છે
સાથે મોતની સવારી પણ કહી જ શકાય ગુજરાતમાં હમણાં અકસ્માતનો વરસાદ થયો હતો  અનેક  પરિવારે જીવ ગુમાવ્યા હતા સરકારે પણ ગંભીર નોંધ લીધી પણ આવા વાહન ચાલકો શું  અકસ્માત નો સિલસિલો ચાલુ રાખવા માગે છે એ પ્રશ્ન ઊભો  થાય છે પોલીસ ક્યારે કાર્યવાહી  કરે છે તે જોવું  રહ્યું

(8:59 pm IST)