Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

સુરતના વેપારીને ભાગીદાર બનાવી 50 લાખની ઠગાઈ : ક્રાઇમ બ્રાન્ચે 3 બિલ્ડર સામે ગુનો નોંધ્યો

વેપારીએ પોલીસ ફરિયાદ અમદાવાદ અને સીઆઇડી ક્રાઇમમાં વર્ષો પહેલા કરી હતી.:ફરિયાદ ન લેતા આખરે કોર્ટના દ્વારે જવું પડ્યું

સુરતના કાપડના વેપારીને ભાગીદાર બનાવી તેના પાસે 50 લાખની ઠગાઈ આચરી હતી. વેપારીને ભાગીદાર બનાવી તેના ખોટા દસ્તાવેજો બનાવી રિટાયર્ડ કરી દીધો હતો. વેપારીએ પોલીસ ફરિયાદ અમદાવાદ અને સીઆઇડી ક્રાઇમમાં વર્ષો પહેલા કરી હતી. જોકે ફરિયાદ ન લેતા આખરે કોર્ટના દ્વારે જવું પડ્યું હતું. આ અંગે ક્રાઇમ બ્રાન્ચે 3 બિલ્ડર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સુરતના ફોરસીજન એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશ બાલકિશન પોદ્દાર પાંડેસરા જીઆઇડીસી માં કાપડની ફેકટરી ધરાવી વેપાર કરે છે. વર્ષ 2009માં કાકા વિમલ અને પિતરાઈ ભાઈ પ્રમોદ રામઅવતાર પોદ્દાર(રહે. પીનાકલ, પ્રહલાદનગર) અમદાવાદમાં જમીન લઈ ડેવલોપિંગ કરવાનું નક્કી કર્યું હતું. આશિષ બિલ્ડર્સ નામની પેઢીની સ્થાપના કરી હતી. જેમાં 50 ટકા રાજેશના , 25 ટકા પ્રમોદ અને વિમલના 25 ટકા લેખે ભાગીદારી નક્કી કરી હતી. કરાર આધારે બીજી અભય ડેવપોલપર્સ નામની પેઢી બનાવી હતી. જેમાં ફરી ભાગ બદલી રાજેશના 33.33, પ્રમોદના 33.34, અનંત પોદ્દારના 33.33 ના ભાગીદાર નક્કી થયા હતા.

બાદમાં ફરી એક ભાગીદારી પેઢી અમૃત ડેવલોપર્સ નામની પેઢી જેમાં રાજેશના 33.33, આશિષના પોદ્દારના 33.34 અને અનંત વિમલ પોદ્દાર 33.33 ભાગીદારી નક્કી થઈ હતી. બાદમાં 2015માં રાજેશભાઈને તમામ ડેવલોપર્સ સ્કીમોમાંથી રિટાયર્ડ કરી દીધા હતા અને તેમાં નવા એકાઉન્ટ ખોલાવી 50 લાખ ની છેતરપિંડી કરી હતી. ત્યારબાદ વર્ષ 2015માં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં અને અમદાવાદ પોલીસમાં અરજી કરી હતી. જોકે લાંબો સમય સુધી પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા આખરે ફરિયાદીને કોર્ટનું સરણ લીધું હતું.

આખરે આ અંગે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધવાની ફરજ પડી હતી. જેમાં જણાવ્યું હતું કે, આમ બનાવટી દસ્તાવેજો ખોટા બનાવી ખરા તરીકે ઉપયોગ કરી ઠગાઈ આચરી હતી. દસક્રોઈ ના લીલાપુર 33000 વાર જગ્યા બનાવી અમુક લપકોના નામે રજીસ્ટર દસ્તાવેજ કરાવ્યો હતો અને રાજેશભાઇની ખોટી રીટાયરમેન્ટના ખોટા દસ્તાવેજ તૈયાર કરી અનંત, પ્રમોદ અને આશિષ સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:10 pm IST)