Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

2020-2021માં જાહેર કરેલી તમામ ભરતીઓ પૂર્ણ કરાશે : જુલાઇમાં 48 પરીક્ષાઓ લેવાશે : GPSCના ચેરમેન દિનેશ દાસાનુ મોટું નિવેદન

પેન્ડેમિકમાં અટકેલી 162 ભરતીઓ પર કામગીરી શરુ : આગામી ચાર મહિનામાં 162 જેટલી પરીક્ષાઑ : RFO, DYSO, STATE TAX પરીક્ષાઓ આગામી સમયમાં લેવાશે

અમદાવાદ : ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે ત્યારે દેશના અનેક ક્ષેત્રોને મહામારીના કારણે ફટકો પડ્યો છે. કેટલાય લોકોએ રોજગારી ગુમાવી છે જ્યારે શિક્ષણ ક્ષેત્રને પણ મોટો ફટકો પડ્યો છે.

  GPSCના ચેરમેન દિનેશ દાસાએ જણાવ્યું કે 162 જેટલી અલગ અલગ પરીક્ષાઓની જાહેરાત કરવામાં આવી છે અને તે માટે 13 જૂનથી કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. જુલાઇ મહિનામાં જ 48 પરીક્ષાઓ લેવામાં આવશે. આગામી ચાર મહિનામાં 162 જેટલી પરીક્ષાઑ લેવામાં આવશે. જેમાં PI, DYSO, CLASS 1 અને 2ની મુખ્ય પરીક્ષાઓ લેવામાં આવશે. આ સિવાય તબીબી, શિક્ષણ ક્ષેત્રની જગ્યાઓ માટે પણ આગામી સમયમાં પરીક્ષા લેવામાં આવશે. 2020 અને 21માં જેટલી ભરતી જાહેર કરવામાં આવશે તે પૂર્ણ કરવામાં આવશે.

કોરોના વાયરસના કારણે પરીક્ષા ન થતાં ફોર્મ ભરીને પરીક્ષાની રાહ જોતાં વિદ્યાર્થીઓ માટે આ રાહતના સમાચાર કહી શકાય. કેટલાય પરીક્ષાર્થીઓ લાંબા સમયથી તૈયારીમાં લાગેલા છે પરંતુ પરીક્ષા જ ન લેવાતા નિરાશ થયા હતા.

(11:03 pm IST)