Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

ખામર ગામમાં ખેતર ખેડતાં સમયે ટ્રેકટર પલ્ટી ખાતા પુત્રનું મોત, પિતાને ઇજા થતાં સારવાર હેઠળ રખાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખામર ગામે ટ્રેકટર વડે ખેતરમાં ખેડતા પિતા પુત્રનું ટ્રેકટર પલટી ખાતાં પુત્રનું મોત થયું હતું જ્યારે પિતાને ઇજા થતાં સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા.

પોલીસ સૂત્રો માથી મળતી માહિતી મુજબ આજે બનેલી ઘટનામાં ખામર ગામમાં રહેતા રાજેશભાઈ શામળભાઇ વસાવા તેમના ખેતરમાં પુત્ર ચિરાગ સાથે ટ્રેકટર વડે ખેડાણ કરતા હતા ત્યારે જમીન નું લેવલ ઊંચું નીચું હોવાના કારણે તેમનું ટ્રેકટર પલ્ટી મારી જતા પુત્ર ચિરાગ રાજેશભાઈ વસાવા(૨૭) નું મોત નિપજ્યું હતું જ્યારે પિતા રાજેશભાઈને ઇજા થતા સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં લાવવામાં આવ્યા છે. આમલેથા પોલીસે ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.

 

(11:09 pm IST)