Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

બોરસદમાં આભ ફાટ્યા બાદ સિસ્વા ગામ બેટમાં ફેરવાયું : તંત્રએ કાંસની સફાઈ ન કરતા પાણી ગામમાં ફરી વળ્યું

આખા ગામમાં પાણી પાણી : ખેતરમાં ડાંગર, બાજરી અને તમાકુના પાક ધોવાઈ ગયા

બોરસદમાં આભ ફાટ્યા બાદ સિસ્વા ગામ બેટમાં ફેરવાયું છે. બોરસદમાં 12 ઈંચ વરસાદ પડતાં જ આસપાસના ગામડાઓના પાણી સિસ્વા ગામમાં ભરાઈ ગયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રએ કાંસની સફાઈ ન કરતા પાણી ગામમાં ફરી વળ્યું છે. જો તંત્રએ કાંસ સાફ કર્યો હોત તો પાણી કાંસ મારફતે સમુદ્ર સુધી વહી ગયું હોત. જોકે તેમ ન થયું અને ખેતરમાં ડાંગર, બાજરી અને તમાકુના પાક ધોવાઈ ગયા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે જો કાંસ સાફ કરેલો હોત તો આ પાણી ગામમાં ન ભરાયું હોત. જેથી તંત્ર પર આંગળી ચિંધાઈ રહી છે. તો ગ્રામજનો પણ સિસ્વા ગામમાંથી પાણી ઝડપથી ઓસરે તેવી આશા રાખીને બેઠા છે.

(12:42 am IST)