Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

બોરસદના સીસવા ગામના લોકો રોડ પર ઝૂંપડા બાંધીને રહેવા મજબૂર :ગરીબ પરિવારનું પાણીમાં બધુ જ છીનવાયું

ઘરવખરી છોડીને જીવ બચાવા માટે આમ તેમ ભાગી રહ્યા છે: કેટલાક લોકો જરૂરી સામાનને પોતાની સાથે લઈને પોતાનો આસરો છોડીને ચાલી નિકળ્યા

 

બોરસદ : આજે શનિવારે બીજા દિવસે પણ પણ ગામમાં 15 થી 18 ફૂટ પાણી ભરાયેલું છે, જેથી ગામલોકો પોતાના ઘરમાં પણ જઈ શકતા નથી. લોકો ઘરવખરી છોડીને જીવ બચાવા માટે આમ તેમ ભાગી રહ્યા છે. તો કેટલાક લોકો જરૂરી સામાનને પોતાની સાથે લઈને પોતાનો આસરો છોડીને ચાલી નિકળ્યા છે.

રોડની સાઈડમાં બાંધેલા આ ઝૂંપડા દર્શાવે છે કે લોકો બેઘર થઈ ગયા છે. વરસાદ એવી તો આફત લઈને આવ્યો કે લોકોને પોતાનો આસરો છોડીને ઉંચાણવાળા વિસ્તારમાં રોડની સાઈડમાં ઝૂંપડા બાંધીને રહેવાનો વારો આવ્યો. આ ગરીબ પરિવારનું પાણીમાં બધુ જ છીનવાઈ ગયું.

(12:46 am IST)