Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

ગુજરાતમાં રાજય સરકાર દ્વારા સરકારી હાઇસ્‍કુલમાં ફરજ બજાવતા અને નોકરીના પ વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને ઉચ્‍ચતર પગાર ધોરણના લાભ માટે ૬-૭ ઓગસ્‍ટે પરીક્ષા લેવાશે

પરીક્ષા માટે ૧૧ જુલાઇ સુધીમાં અરજી કરી શકાશે

ગાંધીનગર : રાજય સરકાર દ્વારા ગુજરાતમાં સરકારી હાઇસ્‍કુલમાં ફરજ બજાવતા અને નોકરીના પ વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને ઉચ્‍ચતર પગાર ધોરણના લાભ માટે ૬ અને ૭ ઓગસ્‍ટે પરીક્ષા લેવાશે.

સરકારી હાઈસ્કૂલમાં ફરજ બજાવતા અને નોકરીના 5 વર્ષ પૂર્ણ થયા હોય તેમની ઉચ્ચત્તર પગાર ધોરણના લાભ માટેની ખાતાકીય આગામી 7 અને 8 ઓગસ્ટના રોજ લેવામાં આવશે.

આ દિવસે ગ્રાન્ટેડ હાઈસ્કૂલના ક્લાર્કની પણ ખાતાકીય પરીક્ષા ગોઠવવામાં આવી છે. પરીક્ષા માટે ઉમેદવારો 11મી જુલાઈ સુધીમાં આવેદનપત્ર ભરી શકશે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરેલ જાહેરનામા અનુસાર, શિક્ષણ વિભાગની વર્ગ 3ની ગૌણ સેવાઓમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક તથા મદદનીશ શિક્ષક અને પંચાયત સંવર્ગના જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી (શિક્ષણ) અને કેળવણી નિરીક્ષક વર્ગ-3ની ખાતાકીય પરીક્ષા તા.6 અને 7 ઓગસ્ટ એમ બે દિવસ યોજાશે. પ્રશ્નપત્રોના પાસીંગ માર્કસ પેપરદીઠ 50 ટકા મેળવવાના રહેશે. વર્ગ-3ના કર્મચારીઓ માટે લેવાનારી ખાતાકીય પરીક્ષામાં કુલ 4 પ્રશ્નપત્ર પુછવામાં આવશે અને પરીક્ષા બે દિવસ દરમિયાન ચાલશે. જેમાં પ્રથમ દિવસે 6 ઓગસ્ટના રોજ સવારે 11થી 2 વાગ્યા દરમિયાન સેવાપ્રથા અને બપોરે 3થી 6 દરમિયાન હિસાબી પ્રથા વિષય જ્યારે બીજા દિવસે 7મી ઓગસ્ટે સવારે 11થી 2 દરમિયાન શિક્ષણ ખાતાના નિયમો અને ધારા ધોરણો તથા યોજનાઓ તેમજ બપોરે 2થી 6 દરમિયાન પ્રકીર્ણ વિષય પર પેપર લેવાશે. દરેક પ્રશ્નપત્રમાં 100 પ્રશ્નો રહેશે અને દરેકનો 1 ગુણ એમ કુલ 100 ગુણનું પેપર રહેશે. તમામ પેપરમાં ઉત્તરવહી ર્ંસ્ઇ સ્વરૂપની રહેશે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે.

(2:28 pm IST)