Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

ગુજરતમાં મેઘો મંડાયો : ભાવનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ

નવસારીના વાંસદામાં સૌથી વધુ 5 ઈંચ : પોરબંદરનાં સમુદ્રમાં કરંટ જોવા મળ્યો : રાજયમાં અનેક રસ્તાઓ પાણી-પાણી

ગાંધીનગર તા.03 : રાજયમાં હવે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.  ત્યારે મેઘરાજાએ પણ મન મૂકીને અષાઢી બીજથી જ લોકો પર હેટ વરસાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ભાવનગર શહેરમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. તેમજ પોરબંદરનાં દરિયામાં કરંટ જોવા મળ્યો હતો.

ભાવનગર શહેરમાં આજે બપોર બાદ વાતાવરણાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ સાથે પવન પણ ફુંકાયો હતો. સાથે જ શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ બાદ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તો બીજી તરફ પોરબંદર શહેરના વાતાવરણમાં પણ પલટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સમુદ્રમાં કરંટ જોવા મળ્યો હતો. ભારે વરસાદ અને પવન પછી અરબી સમુદ્રના મોજા તોફાની બન્યા છે.

અષાઢી બિજથી જ રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. લ્લા 24 કલાકમાં 143 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ 5 ઈંચ, દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4.5 ઈંચ તેમજ જૂનાગઢના માણવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.  જૂનાગઢ શહેર અને તાલુકામાં 4-4 ઈંચ, તાપીના ડોલવણ તાલુકામાં ચાર ઈંચ, નવસારીના ખેરગામમાં 4 ઈંચ, મહિસાગરના વીરપુરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. તેમજ 33 તાલુકામાં 2.5 ઈંચથી લઈને 4 ઈંચ વરસાદ વરસ્યો છે. સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

(8:06 pm IST)