Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 456 નવા કોરોના કેસ નોંધાયા અને સાથે વધુ 386 દર્દીઓ સાજા થયા : રાજયમાં આજે પણ કોઈ કોરોના દર્દીનું મૃત્યુ નથી નોંધાયું : રાજ્ય નો કુલ મૃત્યુઆંક 10,947 : અત્યાર સુધીમાં કુલ 12,19,203 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 12,372 લોકોનું રસીકરણ કરાયું

આજે પણ મોટા ભાગ નાં કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા : રાજયમાં હાલમાં 3,548 કોરોના નાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 24 કલાક માં આજે કોરોનાના નવા 456 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 386 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,19,203 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે પણ રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી અને રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,947 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.83 ટકા જેટલો છે.

રાજયમાં રસીકરણ અભિયાન વેગવંતુ રહેતા આજે રાજયમાં વધુ 12,372 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11,15,32,706 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે. રાજ્યમાં હાલ 3,548 એક્ટિવ કોરોના ના કેસ છે અને આમાથી 3 લોકો વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 234 કેસમાં અમદાવાદમાં 207 કેસ, સુરતમાં 97 કેસ, વડોદરામાં 41 કેસ, ભાવનગરમાં 15 કેસ, ગાંધીનગરમાં 13 કેસ, કચ્છ - મહેસાણા અને નાસરી માં 13-13 કેસ, વલસાડમાં 12 કેસ, પાટણમાં 5 કેસ, આણંદ - ભરુચ માં 4-4 કેસ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 3-3 કેસ, અરવલ્લી - મોરબી - રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ અને અમરેલી - ગીર સોમનાથ - જામનગર શહેર - પંચમહાલમાં 1-1 નવા કેસ નોંધાયા છે.

(7:49 pm IST)