Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

દાહોદ, પંચમહાલ, વડોદરા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ

લીમડી, કારઠ, ટાંડી વિસ્તારોમાં ધોધમાર વરસાદ જયારે દમેળા, દેપાડા વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ

અમદાવાદ ;  ચોમાસાની શરુઆતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ હવે મેઘરાજાએ મધ્ય ગુજરાત પર પણ પોતાની કૃપા ઉતારી છે. મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, વડોદરા સહિતના વિસ્તારમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. દાહોદ જિલ્લામાં લીમડી પંથકમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

લીમડી, કારઠ, ટાંડી વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. દમેળા, દેપાડા વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ બાદ દાહોદ જિલ્લામાં ઠંડક ફેલાઇ છે. તો અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે.

(8:46 pm IST)