Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી :સાયક્લોનિક સર્કયુલેશનને પગલે વરસાદની શકયતા

હવામાનની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં કેટલાક શહેરોમાં ભારે વરસાદ થશે

અમદાવાદ ;  રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાનની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં કેટલાક શહેરોમાં ભારે વરસાદ થશે.જેમાં સુરત અને નવસારીનો સમાવેશ થાય છે.મહત્વનુ છે કે સાયક્લોનિક સર્કયુલેશનને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે (03 જુલાઈ) અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આણંદમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ વરસાદની સંભાવના નહિવત છે.પરંતુ વાદળછાયુ વાતાવરણ રહેશે.

(10:32 pm IST)