Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

રાજપીપળા કાળિયાભૂત પાસેનાં વાસુ હેરિટેજમાં અજાણ્યા શખ્શો બાઈક પર આવતા રહીશોમાં ભય

દસેક દિવસ પહેલા વાસુ હેરિટેજ માથી જ એક બાઈક ચોરી થયા બાદ જીતનગર નજીકથી બિનવારસી હાલતમાં મળી હતી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા કાળિયા ભૂત મંદિર પાસે આવેલા વાસુ હેરિટેજ નાં પાર્કિંગ માથી દસેક દિવસ પહેલા એક બાઈક ચોરી કરી અજાણ્યા શખ્સો નાસી ગયા બાદ માલિકે પોલીસને જાણ કરી હતી ત્યારબાદ આ બાઈક જીતનગર પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી અને હાલ ગત રાત્રે લગભગ બારેક વાગે કોઈ અજાણ્યા ત્રણ વ્યક્તિઓ એક બાઈક ઉપર વાસુ હેરિટેજમાં આવતા સ્થાનિકો એ કોનું કામ છે તેમ પૂછતા ત્રણેય ત્યાંથી કઈ બોલ્યા વિના ચાલ્યા જતા રહીશોએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ દોડી આવી તપાસ કરી હતી આમ વારંવાર વાસુ હેરિટેજને ટાર્ગેટ બનાવતા આ ચોરોથી રહીશો ફફડી રહ્યા છે ત્યારે પોલીસે આ તરફ રાત્રી પેટ્રોલિંગ કડક કરી આવા તત્વોને ઝબ્બે કરવા જોઇયે તેમ સ્થાનિક અક્ષય માકડિયા એ આશા વ્યક્ત કરી છે.

(10:20 pm IST)