Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ: સુરતના માંગરોળમાં સૌથી વધુ 38 મીમી ખાબક્યો

તાપીના સોનગઢમાં 35 મીમી, વડોદરાના કરજણમાં 34 મીમી, અમરેલીમાં ખાંભામાં 34 મીમી, સુરતના માંડવીમાં 32 મીમી વરસાદ

અમદાવાદ :  હવામાનની આગાહી મુજબ રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો છે. થોડા જિલ્લાઓને છોડીને બાકીના જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે છેલ્લા 12 કલાકમાં એટલે કે સવારે છ કલાકથી લઈ સાંજના છ કલાક સુધી રાજ્યના 104 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સુરતના માંગરોલમાં સૌથી વધુ 38 મીમી વરસાદ ખાબક્યો છે. જ્યારે તાપીના સોનગઢમાં 35 મીમી, વડોદરાના કરજણમાં 34 મીમી, અમરેલીમાં ખાંભામાં 34 મીમી, સુરતના માંડવીમાં 32 મીમી વરસાદ ખાબક્યો છે.

(11:23 pm IST)