Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

ગૃહ વિભાગે શરૂ કરેલ ‘વિશ્વાસ’ પ્રોજેક્ટને મળી મોટી સફળતા:પોલીસે 6500થી વધુ ગુનાઓનો ઉકેલ્યો ભેદ

950થી વધુ લોકોની ધરપકડ કરી:પોલીસે રૂપિયા સાત કરોડથી વધુ રકમની રિકવરી કરી

અમદાવાદ ; ગુજરાત સરકારના ગૃહ વિભાગે શરુ કરેલા વિશ્વાસ પ્રોજેકટનો પ્રથમ તબક્કો સફળતા પુર્વક પુર્ણ થયો. ટ્રાફિક મેનેજમેન્ટ, સલામતી અને ક્રાઈમ પ્રિવેશન માટે શરુ કરાયેલા આ પ્રોજેકટના પગલે પોલીસે 6200થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે અને 950થી વધુ લોકોની ધરપકડ કરી છે. એટલું જ નહીં પોલીસે રૂપિયા સાત કરોડથી વધુ રકમની રિકવરી કરી છે.

ગુજરાત રાજ્યમાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ગુનાખોરી અટકાવવા અને પોલીસને અત્યાધુનિક સુવિધાઓ પુરી પાડી નાગરીકોની સલામતી માટે સજ્જ કરવા “વિશ્વાસ” પ્રોજેકટનો પ્રથમ તબક્કો શરુ કરવામાં આવ્યો હતો. જેના અંતર્ગત રાજ્યમાં 7000 સીસીટીવી લગાવવામાં આવ્યા છે. આ પ્રોજેકટ અંતર્ગત રાજ્યના 34 જિલ્લા હેડક્વાર્ટર, 41 શહેરો અને 6 આધ્યાત્મિક સ્થળોનો સમાવેશ કરાયો હતો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય જાહેર સ્થળોની સલામતી, ટ્રાફિક નિયમન અને નિયંત્રણ કરવાનો છે, જેનું ખાસ મોનિટરીંગ જિલ્લા કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી થાય છે.

(11:26 pm IST)