Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

રાજપીપળાના ટાઉન હોલ ખાતે મંત્રી ઈશ્વરભાઈ પટેલની ઉપસ્થિતમાં જિલ્લા કક્ષાનો સેવાસેતૂ કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે વિવિધ થીમ આધારિત યોજાઈ રહેલાં રાજ્ય વ્યાપી કાર્યક્રમોની શૃંખલાના બીજા ચરણમાં ગુજરાતના સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ, રાજપીપલા નગર પાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેકટર ડી.એ. શાહ, સતિષભાઈ પટેલ, રમણસિંહ રાઠોડ સહિત શહેર- જિલ્લાના આગેવાનો, લાભાર્થી પરિવારોની ઉપસ્થિતિમાં રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે "સેવાસેતૂ કાર્યક્રમ" ખુલ્લો મૂકાયો હતો.
  અત્રે ઉલ્લેખનિય છે કે, જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં નર્મદા જિલ્લામાં મુખ્યમંત્રી બાળ સુરક્ષા યોજના અંતર્ગત એક વાલીવાળા કુલ ૩૧ લાભાર્થી બાળકોના બેન્કખાતામાં માસિક રૂા.૨,૦૦૦ લેખે કુલ રૂા.૬૨,૦૦૦ ની સહાયની રકમ સરકાર તરફથી જમા કરાઇ છે અને તેની સાથોસાથ આ બાળકોને શૈક્ષણિક કિટ્સ પણ પુરી પડવામાં આવી છે.
   સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દાખવેલી સંવેદના બદલ ઋણ સ્વિકાર સાથે રીના સોનીએ આભારની લાગણી વ્યક્ત કરી તેમના જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

(10:52 pm IST)