Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

વિજયભાઇ અને નીતિનભાઇના નેતૃત્વમાં સરકારની કાર્યરીતિને પ્રજાએ દિલથી સ્વીકારી : કૌશિક પટેલ

ગાંધીનગર જિલ્લાના લોદ્રા ખાતે સેવા સેતુ પ્રસંગે મહેસુલમંત્રીનું ઉદ્દબોધન

ગાંધીનગર જિલ્લાના લોદ્રા ખાતે ગઇ કાલે યોજાયેલ સેવા સેતુ પ્રસંગે જિલ્લાના પ્રભારી અને રાજ્યના મહેસુલ મંત્રીશ્રી કૌશિક પટેલ કલેકટર કુલદીપ આર્ય, ડી.ડી.ઓ. સુરભી ગૌતમ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલ, માણસાના પ્રાંત અધિકારી યોગીરાજસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ,તા. ૩ : ગાંધીનગર જિલ્લાના માણસા તાબેના લોદ્રા અને નજીકના ૬ ગામોનો સંયુકત સેવા સેતુ કાર્યક્રમ વિજયભાઇ રૂપાણી અને નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારની પ્રજાલક્ષી કાર્યરીતિને પ્રજાએ હૃદયપૂર્વક સ્વીકાર્યાનું જણાવ્યું હતું.આ અવસરે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ આપી, મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતુ કે, આ રાજ્ય સરકારની પાંચ વર્ષની ઉજવણી નથી. સરકારે કરેલા લોકહિતના કાર્યક્રમોનો વાર્તાલાપ છે. પાંચ વર્ષના શાસનમાં જે નિર્ણયો લેવાયા તેમાં ગુજરાતે પહેલ કરી અનેક નિર્ણયો લીધા છે, તેની જાણકારી લોકોને મળી રહે તે માટે આ કાર્યક્રમોને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. આજે ૫૦૦ થી વધુ જગ્યાએ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો છે.સરકાર ગામડે ગામડે જઇ લોકોને લાભ આપી રહી છે. તેમ જણાવી, મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, આજે મોટાભાગની બધી સહાય લાભાર્થીના ખાતામાં સીધી જમા થાય છે.સંવેદનશીલતા, નિર્ણાયકતા, પારદર્શિતા અને પ્રગતિશીલતાના આધાર પર સરકાર ચાલે છે. અમારી સરકાર પરિણામલક્ષી સરકાર છે. એમણે કોરોનાની આપત્તિમાં સરકારને સાથે આપવા બદલ અને ગામના લોકોએ સંસ્થાઓએ જમવાની વ્યવસ્થા ઉપાડી લીધી તેનો આભાર માન્યો હતો. તેમણે ગુજરાતને એક સોનેરી ગુજરાત બનાવવા નવયુવાઓને અપીલ કરી હતી.

(11:43 am IST)