Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

તલોદ તાલુકાના હરસોલ ગામે ક્વોરીના કેમ્પસમાં પાણી પીવા ગયેલ યુવાન સાથે તકરાર કરી હુમલો કરનાર રસોઈયા વિરુદ્ધ ગુનો દાખલ

તલોદ:તાલુકાના હરસોલ ખાતે એક ક્વોરીના કેમ્પસમાં પાણી પીવા ગયેલા યુવાન સાથે ક્વોરીના રસોઇયાએ તકરાર કરીને ગળાના ભાગે બ્લેડના ઘા ઉપર ઘા દેતા ગંભીર ઇજા થઇ હતી.

હરસોળના રહીશ ને ઘટનાનો ભોગ બનનાર યુવાન વિજય (ઉર્ફે : ભૂરો) અમરસિંહ પરમાર એ નોંધાવેલ ફરિયાદ અન્વયે જોતા વિષય પરમાર તેના એક સાથી મિત્ર સાથે નજીકની ક્વોરીની કોલોની નજીક ખુલ્લામાં લગાવેલી પાણીની ચકલીઓ ઉપર પાણી પીવા ગયા હતા. ત્યારે ત્યાં હાજર એવા એક અપંગ ઇસમે તેમને રોક્યા હતા અને અહીં બહારના માણસોને અંદર આવવાની મનાઈ છે તેમ કહી દેતાં જ વિજયે તમો કોણ રોકવા વાળા કહેલું. બાદ તકરાર થઇ હતી. જેમાં ક્વોરીના રસોઇયા જુગનુભાઈ બુધાભાઈ આદિવાસી (રહે. સાઠંબા તા. બાયડ જિ. અરવલ્લી)એ વિજયના ગળાના ભાગે બ્લેડના ઘા ઝીંકી દીધા હતા.

જેથી ઇજાગ્રસ્ત બનેલા વિજયને તત્કાળ તેનો સાથી જશવંતસિંહ તલોદ રેફરલ હોસ્પિટલમાં લઇ ગયેલ. જ્યાં દાકતરી સારવાર મેળવવાની ભૂરા (વિજય)ને ફરજ પડી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇન્સ્પેક્ટર બી.ડી. રાઠોડ ચલાવી રહ્યા છે.

(6:17 pm IST)