Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ડીસા નજીક રોયલ્ટી વગર બે ડમ્પર ઝડપી 5.35 લાખનો દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી

બનાસકાંઠા:જિલ્લામાં  રોયલ્ટી ચોરી વ્યાપક ફરિયાદો મળતા ભૂસ્તર વિભાગની ટીમેં ખાનગી રાહે ચેકીંગ હાથ ધર્યું હતું.બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ આજે વહેલી સવારે ભૂસ્તર વિભાગની ટીમ  ખાનગી વાહનમાં  ચેકીંગમા હતી. ત્યારે ડીસા થરાદ હાઇવે પર આખોલ પાસે ડમ્પર રોકાવી ચાલક પાસે રોયલ્ટી પાસ માંગતા મળી આવેલ નહિ.જેથી  ભુસ્તર વિભાગે ડમ્પરને જપ્ત કરી ડીસા  તાલુકા પોલીસ મથકે લઈ જવાયું હતું.

બીજી ઘટનામાં  થરાદ તરફ ચેકીંગમાં  આગથળા પાસે એક ડમ્પરના ચાલક પાસે  પણ રોયલ્ટી પાસ માંગતા મળી આવેલ નહિ. જેથીને ડમ્પરને આગથળા પોલીસ  મથકે મૂકી દંડની કાર્યવાહી હાથ ધરી હતી. વહેલી સવારે અચાનક બે ડમ્પર કબ્જે કરી રૂ ૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી રૂ ૫.૩૫ લાખના  દંડ વસૂલવાની કાર્યવાહી  કરવામાં આવી છે.આ અંગે ભૂસ્તર અધિકારી સુભાસ જોષીએ જણાવ્યું હતું કે, અવારનવાર ખનીજ ચોરો સરકારી ગાડીની  વોચ રાખતા હોવાના કારણે ખનીજ ચોરી ઝડપવામાં મુશ્કેલી પડે  છે. 

(6:18 pm IST)