Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સુરતના પુણા વિસ્તારમાં ચાર દિવસ પહેલા રહસ્યમય સંજોગોમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજતા વધુ તપાસ હાથ ધરવામાં આવી

સુરત: શહેરનાપુણામાં આઇમાતા બ્રિજ પાસે ચાર દિવસ પહેલા રહસ્યમય સંજોગોમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું સારવાર દરમિયાન ગઈકાલે નવી સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું જોકે યુવાને તેને માર માર્યો હોવાનો ડોક્ટરને કહ્યું હતું જોકે તેના શરીર પર મલ્ટી પર ઇજાને કારણે મોત થયું હોવાનું પોસ્ટમાં બહાર આવ્યું છે.

નવી સિવિલ થી મળેલી વિગત મુજબ પરવતગામમાં ડિમ્પલ નગરમાં રહેતો 35 વર્ષીય અનિલ સુખદેવ તાયડે ગત તારીખ ૩૦મી સવારે પુરાના આઇમાતા બ્રિજ પાસે એચડીએફસી બેંક નજીક રાશિઓમાં સંજોગોમાં શરીર પર ઇજા પામેલી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે કોઈ વ્યક્તિએ 108ને જાણ કરતા તેને એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન ગઈકાલે મોત નીપજ્યું હતું.

સિવિલના ડોક્ટર સૂત્રોએ કહ્યું હતું કે અનિલની સારવાર માટે સિવિલમાં લાવ્યા હતા. ત્યારે તેણે ડોક્ટરને કહ્યું હતું કે બે ત્રણ વ્યક્તિઓએ પટ્ટાવળે માર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે તેનું મોત થતા શંકા કુશંકાઓ સેવાય હતી. જોકે ગઈકાલે તેનું પોસ્ટમોર્ટમ કરવા માટે કાગડિયા લઈને પોલીસ ડોક્ટર પાસે ગઇ હતી ત્યારે ડોક્ટરે તેનું મૃત્યુ ચેક કરતા તેના શરીર પર માથામાં, પીઠ, છાતી સહિતના ભાગે ઈજાના નિશાન દેખાયા હતા. જેના નિશાનો દેખાયા હતા. જોકે તેનું શંકાસ્પદ મોત હોવાથી તે ડોક્ટર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા માટે રીફર કર્યું હતું. તેનું પોસ્ટમોર્ટમ થયા બાદ ડોક્ટરે કહ્યું હતું કે તેના શરીર પર છાંતી, બંને હાથે, પેટના ભાગે પટ્ટા વડે માર માર્યો હોય એવા નિશાન મળી આવ્યા હતા. જોકે તેની મલ્ટી પર ઇજા થવાથી મોત થયું હતું. આ અંગે પુણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(6:19 pm IST)