Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સુરતના સચિન વિસ્તારમાં પરણિત યુવતી સાથે પ્રેમ થઇ જતા સમાજના ડરથી 16 વર્ષીય તરુણે ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા ચકચાર

સુરત: શહેરનાસચિન પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સચિન વિસ્તારના સુડા સેકટરમાં રહેતો 16 વર્ષીય સાકીરૂબ હુસેન જાકીર હુસેન મંડલે સોમવારે સવારે ઘરમાં છતના એંગલ સાથે રૂમાલ બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે મૂળ સાકીરૂબ મૂળ પશ્ચિમ બંગાળના જસઈકાઠી ગામનો વતની હતો અને એક મહિના પહેલા જ સુરતના સચિન સુડા સેક્ટરમાં રહેતા મામાના ઘરે આવ્યો હતો. જોકે વતનમાં પોતાના ગામમાં તેને પોતાનાથી મોટી ઉંમરની અને પરિણીતા સાથે પ્રેમ હતો. જયારે આ અંગે તેના માતા પિતા સહિત પરિવારજનોને ખબર પડી હતી ત્યારે તેઓએ બંનેને છુટા પાડવા માટે સાકીરૂબને સુરતમા રહેતા મામા અને ભાઈ આસિફ પાસે એક મહિના પહેલા મોકલી આપ્યો હતો. તે સચિનની એક કંપનીમાં સિલાઇનું કામ કરતો હતો.

જોકે બીજી બાજુ પ્રેમિકાથી છુટા પડયા બાદ સાકીરૂબનો મન નહીં લાગતો હતો અને પ્રેમિકાથી જુદા થવાના ગમમા રહેવા લાગ્યો હતો. જેથી ટેન્શનમાં આવીને તેને આ પગલું ભર્યું હતું તેના મોતને લીધે તેના પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે. તેનો એક ભાઈ છે. આ અંગે સચિન પોલીસે તપાસ શરૂ કરી હતી.

(6:20 pm IST)