Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

વડોદરા:મકરપુરા જીઆઈડીસીમાં સ્ટીલના ગોડાઉનમાંથી સીસીટીવીનું ડીવીઆર સહીત 5.49 લાખની ચોરી કરનાર ગઠિયા વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરના મકરપુરા જીઆઈડીસીમાં મહેતા સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ નામની દુકાન તથા ગોડાઉનમાંથી સ્ટીલ મટેરીયલસ તથા સીસીટીવીનું ડીવીઆર સહિતની કિંમત રૂપિયા 5.49 લાખની ચોરી થતાં‌ માજલપુર પોલીસ મથકે દુકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી અને ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આર્મી દેસાઈ રોડ ઉપર આવેલ સાંઈ બાબા એપાર્ટમેન્ટમાં  મફતલાલ વેલાજી મહેતા મકરપુરા જીઆઇડીસીમાં શેડ નંબર 898/8માં મેતા સ્ટીલ ઇન્ડિયા નામની માલિકીની દુકાન ધરાવે છે આ દુકાનમાં તેઓ ફેરસ તેમજ નોન ફેરસ સ્ટીલ મટિરિયલનો ધંધો કરે છે ગત તારીખ 31 મેના રોજ મફતભાઈ મહેતા તથા તેમના બે પુત્રો દુકાન બંધ કરીને કેમ્પસનો મેન ગેટને તાળુ મારીને ઘરે ગયા હતા તે બાદ ગત તારીખ 1લી ના રોજ તેમનો નાનો પુત્ર અંકીત દુકાને આવ્યો હતો તે વખતે દુકાનની મેન ગેટના તાળા બદલાયેલા અને નકુચો તૂટેલો જણાય આવતા આ બનાવની જાણ પુત્ર અંકિતે પિતાને કરી હતી જેથી મફતભાઈ મહેતા અને તેમના મોટા પુત્ર તાત્કાલિક દુકાને આવ્યા હતા અને તેઓએ તાળા તૂટ્યા ની તપાસ કરતા દુકાનના ગોડાઉનમાં આવેલ શટલના પણ તારા તૂટેલા જોતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું ગોડાઉનમાંથી સ્ટીલ ની જુદી-જુદી પ્લેટો, પટ્ટીઓ, તથા સીસીટીવીનું ડીવીઆર સહિત રૂપિયા 5.49 લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું જણાઈ આવ્યું હતું ચોરીના બનાવને પગલે દુકાન માલિક મફતભાઈ મહેતાએ માંજલપુર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

(6:24 pm IST)