Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

બાયડ-માલપુરના કોંગ્રેસી ધારાસભ્ય જશું પટેલે કલેકટર કચેરીએ શર્ટ કાઢીને ધરણા પર બેઠા : અટકાયત

રાજકીય કિન્નાખોરી રાખીને વિકાસકામો અટકાવતા હોવાનો આક્ષેપ

અરવલ્લી જિલ્લાના બાયડ-માલપુરના ધારાસભ્ય જશુ પટેલે પોતાના મત વિસ્તારમાં રાજકિય કિન્નાખોરી રાખી વિકાસના કાર્યો અટકાવવામાં આવે છે, તેમજ વિકાસની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, તેવા આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા ગયા હતા. જો કે, કલેક્ટરના જવાબથી સંતુષ્ટ ન થતા તેઓ કચેરીના દરવાજા આગળ શર્ટ કાઢી ધરણા બેસી ગયા હતા. ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરો સાથે રામધુન બોલાવી હતી. પરંતુ કલેક્ટરના આદેશના પગલે તેમની અટકાયત કરવામાં આવી હતી.

(9:22 pm IST)