Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કરદાતાઓની સરળતા માટે વેબસાઈટનો પ્રારંભ

સીજીએસટી માટે મહત્વપૂર્ણ નિર્ણયઃ

અમદાવાદ,તા.૧૦ : સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઈઝ રાજ્યના કરદાતાઓને મદદરૂપ થવા વેબ પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં કરદાતાઓને ટેક્સ સબંધિત કોઈપણ મુશ્કેલી માટે સવારના ૯.૩૦થી ૬ સુધી રજુઆત કરી શકશે. સીજી એસટી અને સેન્ટ્રલ એક્સાઈઝ સંયુક્ત રીતે શરૂ કરેલ છે. કોરોના મહામારીના લીધે ટેક્સ ભરવામાં પડતી મુશ્કેલી દૂર કરવા માટે વિભાગ દ્વારા સવારે ૯.૩૦થી ૬ લાઈવ સેવા કેન્દ્ર શરૂ કરેલ છે.

        જે તમામ કામકાજના દિવસોમાં ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ ટેક્સ સંબંધિત વિગતો ઈમેઇલ ધ્વારા વિભાગને મોકલી આપવાની રહેશે. લાઈવ પોર્ટલ પર હાજર અધિકારી ફરિયાદનું નીરાકરણ કરશે. સીજી એસટી ગાંધીનગરના કમિશ્નર ડૉ. જીતેશ નાગોરીએ નીવેદનમાં જણાવ્યું કે કોરોના મહામારીમાં સીજીએસટીના રીર્ટન ભરવામાં મુશ્કેલી ન પડે તે માટે સેવા ચાલુ કરી છે. જે ટેક્ષકર્તાને લાભરૂપ બનશે. આ વેબસાઈટ પરથી ટેક્ષ પ્રેપર સર્વિસ ટેન્ડર અને ઓકશન સર્વિસ, હેલ્પીંગ ડે અને અન્ય સુવિધા અપાઈ છે.

 

(10:16 pm IST)