Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કોરોના સામે ઝઝુમતી પોલીસ સેનાને ખેડા એસપીએ વધુ એક ચેલેન્જ આપી

૧ માસ યોગ પ્રહરી તાલીમમાં જોડાયેલા અધિકારીઓ-જવાનોને ફીટ રાખવા ૩ માસના અભિયાનનો સોમવારથી શુભારંભ : જીલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'ફીટ હૈ તો હીટ હૈ' મંત્ર દ્વારા યોગ પ્રાણાયામ બ્રીધીંગ એકસરસાઇઝ દ્વારા અમારા જવાનોને તંદુરસ્ત રાખવાના પ્રયાસોમાં કોઇ કચાશ રાખવામાં નહિ આવે

રાજકોટ, તા., ૩: કોવીડ મહામારીની વૈશ્વિક મહામારીમાં ગુજરાતને વિશેષ પ્રમાણમાં ભરડો લેવાના કારણે જે પોલીસ સ્ટાફને ઘરમાં રહી સલામત રહેવાની સલાહને બદલે લોકોના જાનમાલની રક્ષા તથા કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે ફિલ્ડમાં રહેવાનું છે તેવી આ પોલીસ ફોજને તંદુરસ્ત રાખવા  ખેડા જીલ્લાના એસપી દિવ્ય મિશ્રા દ્વારા ચાલતી કવાયતમાં હવે વધુ એક પ્રયોગનો ઉમેરો કરવામાં આવ્યો છે.

'ફીટ હૈ તો હીટ હૈ' ના મંત્ર સાથે જીલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફને દરરોજ યોગા પ્રાણાયામ  અને ઇમ્યુનીટી વધારતા પ્રવાહી તથા પદાર્થોના સેવન માટે પોલીસ હેડ કવાર્ટરમાં પ્રોજેકટ યોગ પ્રહરીમાં જોડાવવા ચેલેન્જ આપી છે.  જેનો પ્રારંભ ૭મીથી થશે અને જે ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે.

અત્રે યાદ રહે કે આ અગાઉ જીલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રા દ્વારા એક માસ સુધી બ્રિધીંગ એકસરસાઇઝ માટે અપાયેલી  ચેલેન્જમાં ૧૨૭૬ જેટલા પોલીસ સ્ટાફે નાઇટ ડયુટી છતા યોગ પ્રહરી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ૭પ ટકા લોકો આ તાલીમ  પુર્ણ કરી હતી જેના પરીણામે પોલીસ સ્ટાફની કોરોના સામે લડવાની શકિતમાં ખુબ જ વધારો થયો હતો તેમ ખેડા જીલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

લોકડાઉન દરમિયાન સીનીયર સીટીઝનો, અશકત લોકો તથા જરૂરીયાતમંદ લોકોના ઘર સુધી તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચે તે માટે પણ ખેડા પોલીસ દ્વારા હાથ ધરાયેલ કાર્યવાહી પણ કારગત નીવડી હતી.

(12:49 pm IST)