Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

અમદાવાદની AMTS બસ બની કાળ: ઇસ્કોન મંદિર પાસે બાઈક સવારને અડફેટે લેતા મોત

AMTSની રૂટ નંબર 501 બસે અડફેટે લેતા બાઇકસવાર યુવકનું કરૂણમોત

અમદાવાદ : રાજ્યમાં એક તરફ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી રહ્યા છે તો બીજી બાજુ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવામાં અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ઇસ્કોન મંદિર પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે.

આ અકસ્માત AMTS બસ અને બાઈક સવાર વચ્ચે સર્જાયો હતો. જેમાં બસીદખાન નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. ત્યારે અકસ્માતો માટે પંકાયેલ AMTS એ વધુ એક ભોગ લીધો છે.

  AMTSની રૂટ નંબર 501 બસે બાઈકચાલકને અડફેટે લીધો હતો. જેમાં બાઈકચાલક બસના આગળના ટાયરમાં આવી ગયો હતો. અને બાઈક સવારનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું.

(12:50 pm IST)