Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

નર્મદા ડેમના પાણીથી ડૂબી ગયેલા ગામોના અમુક ઘરોના પરિવારની મદદે મિત ગ્રુપના યુવાનો મદદે અડીખમ રહ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નદી કાંઠાના કેટલાય ગામોમાં પાણી ભરાઈ જતા અમુક પરિવારો ની હાલત કફોડી બની હતી જેના માટે તેમણે સ્થળાંતર કરવું પડે તેમ હોય જેમાં મિત ગ્રુપના યુવાનો મદદરૂપ થયા હતા.
  ઉપરવાસમાં ભારે વરસાદ ના કારણે નર્મદા ડેમ માંથી વિપુલ માત્ર માં પાણી છોડયું હોવાથી નર્મદા કાંઠા ની બાજુમાં આવેલ ગામો પૈકી વસંતપુરા,ગભાણા,પીપરિયા ઈન્દ્રવરણા વગેરે ગામોના અમૂકઘરો ડૂબાણ માં આવ્યા છે. જેમાં તે વિસ્થાપિત થતા પરિવારો ની વ્હારે મિતગ્રુપ ના સદસ્યો આવી તેમને સ્થળાંતર તથા બચાવ કામગીરી માં મદદરૂપ થયાં હતાં.જેમાં મિતગ્રુપ ના સદસ્યોનો આ પરિવારોએ દિલ થી આભાર માની આવી માનવતાભરી કામગીરી કરનારા મિતગ્રુપના યુવાનો કુદરતી આફત સમયે અમારા ગરીબ પરિવારો ની વ્હારે આવી મદદરૂપ બન્યા, એ આજના આ યુગ માં બહુ મોટી માનવસેવા છે તેમ તેમણે જણાવ્યું હતું.

(4:06 pm IST)