Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

વિરમગામના ડો. પ્રકાશ સારડાએ 114 વર્ષના માજીનું થાપાના ગોળાનું સફળ ઓપરેશન કર્યું

114 વર્ષના માજી 15 દિવસ પહેલાં પડી જતા થાપાના ગોળાનું ફેક્ચર થયુ હતું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ: નાના સેન્ટરો પરના ઓર્થોપેડિક દવાખાનાઓમાં મોટી ઉંમરની વ્યક્તિઓના ઓપરેટર કરવા મુશ્કેલ માનવામાં આવતા હોય છે. 114 વર્ષના માજી 15 દિવસ પહેલાં પડી ગયા હતા અને થાપાના ગોળાનું ફેક્ચર થઈ ગયું હતું. વિરમગામના શિવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં 10 દિવસ પહેલા 114 વર્ષના માજી નુ થાપાના ગોળાનું ઓપરેશન કરવામા આવ્યું હતું. જે સફળ રહ્યું છે અને 114 વર્ષના માજી કોઈપણ બીજી અન્ય તકલીફ વગર ચાલી શકે છે.
       વિરમગામના શિવ ઓર્થોપેડિક હોસ્પિટલના ડો. પ્રકાશ સારડાએ જણાવ્યું હતું કે., હરખાબા સિંધવ નામના 114 વર્ષના માજી 15 દિવસ પહેલાં પડી ગયા હતા અને થાપાના ગોળાનું ફેક્ચર થઈ ગયું હતું. સામાન્ય રીતે 70 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ પડી જાય ત્યારે થાપાના ગોળાનું ફેક્ચર થતું હોય છે. તેઓ હોસ્પિટલમાં 10 દિવસ પહેલા અમે 114 વર્ષના માજી નુ થાપાના ગોળાનું ઓપરેશન કર્યું હતું. તેઓને હૃદય સહિત અન્ય તકલીફો હોવા છતાં પણ ઓપરેશનના ચોથા દિવસથી ચાલતા થઇ ગયા છે. અત્યારે એવો કોઈ પણ વ્યક્તિ ના ટેકા વગર ચાલી શકે છે અને પોતાની દૈનિક ક્રિયાઓ જાતે જ કરી શકે છે. તેઓને 114 વર્ષની ઉંમર હોવા છતાં પણ ઓપરેશન પછી રિકવરી ઝડપી આવી છે અને કોઈ પણ પ્રકારની તકલીફ પડી રહી નથી.

(4:20 pm IST)