Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

અમદાવાદ:સરખેજમાં રહેતા દંપતીનું એક માસની દીકરી સાથે અપહરણ કરનાર ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

અમદાવાદ: શહેરના સરખેજ પાસે મકરબામાં રહેતા દંપતી અને તેમની એક મહિનાની દિકરીનું બે મહિલા સહિત આઠ શખ્સોએ ટવેરા કારમાં અપહરણ કર્યું હતું. અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરીને ઈડરથી ચાર જણાને ઝડપી લીધા હતા. તપાસમાં મહિલાએ છુટાછેડા લઈ અન્ય વ્યક્તિ સાથે પ્રેમલગ્ન કરી લેતા આરોપીએ પત્નીને પાછી મેળવવા કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું.

બનાવની વિગત મુજબ સરખેજ મકરબામાં રેલ્વે ક્રોસિંગની પાસેના કાચા છાપરામાંજગદીશ એમ.ભરથરી (૨૫) તેની પત્ની રેખાબહેન અને એક માસની દિકરી સાથે રહે છે. જગદીશે તેની પહેલી પત્ની સાથે છુટાછેડા લઈ રેખાબહેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. રેખાબબહેને પણ ઈડરમાં રહેતા તેના પતિમુડીયા રાઠોડથી છુટાછેડા લીધેલા હતા.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર ચોરની ચાલાકી સીસીટીવીમાં કેદ: પોલીસે ગણતરીની કલાકોમાં કરી ધરપકડ

વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર ચોરની તમામ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા તેના આધારે ગણતરીના કલાકોમાં ચોર પોલીસના હાથમાં સપડાઇ ગયો હતો.

ગોત્રીના યશ કોમ્પ્લેક્સમાં આવેલા કેનેરા બેંકના એટીએમમાં તા.31 મી રૂ. 2 લાખ કેશ ભરવા ગયેલા બેંક મેનેજર રબી રંજને એટીએમ મશીનની ઉપરનું પતરૂ તુટેલુ જોતા શંકા પડી હતી. તપાસ કરતા નીચે તૂટેલી હાલતમાં પડેલું મશીનનું ડિજિટલ લોક પણ મળી આવ્યું હતું.

બનાવ અંગે ગોત્રી પોલીસને જાણ કરાતા પોલીસે બેંક કર્મચારીઓને સાથે રાખી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. પોલીસે ફૂટેજમાં મળેલા ફોટાને ગુનેગારોના આલ્બમમાં તપાસતા ચોરી કરવા આવેલો યુવક ઓળખાઈ ગયો હતો. પોલીસે અગાઉ સાયકલ ચોરીમાં પકડાયેલા વિશાલ વિજય ભાઈ મોરાઇશ (રહે. છગનલાલ ની ચાલી, પ્રિય લક્ષ્મી મિલ) ને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.

(5:48 pm IST)